માત્ર એક ઈંચ વરસાદમાં AMCની પોલ ખુલી, ભૂવો પડતા કાર ખાબકી, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ એએમસીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ શહેરમાં ભૂવા પડવાની અને વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે. જેમાં સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ ફતેવાડી વિસ્તારમાં મસ મટો ભૂવો પડતા કાર ખાબકી છે.
સામાન્ય વરસાદમાં AMCની પોલ ખૂલી
અમદાવાદમાં ગઈ કાલે કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી હતા. ત્યારે આ સામાન્ય વરસાદમાં કોર્પોરેશનની કામગીરીની પોલખુલી છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ મોટો ભૂવો પડતા કાર ખાબકી છે. જ્યારેસરસપુરમાં મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કમોસમી વરસાદના કારણે 45 જેટલા વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી; ભૂવો પડતાં કાર આખી જમીનમાં ઘસી ગઈ@AmdavadAMC #Ahmedabad #AMC #Car #Slipped #viralvideo #viralreels #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/x85LUMnyQe
— Hum Dekhenge News (@humdekhengenews) May 27, 2023
AMCની પ્રિ- મોન્સુન કામગીરી સામે સવાલ
અમદાવાદમાં ગઈ કાલે વરસેલા સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની, ભૂવો , પડવાની, વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવતા AMCની પ્રિ- મોન્સુન કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે જો ચોમાસા પહેલા શહેરની આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે ? તેવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગિરનાર પર્વત પર વરસાદી માહોલ, ભારે પવનને કારણે રોપ- વે સેવા રખાઈ બંધ