- કન્સ્ટ્રક્શન સાઈટ પર લીલા કલરના પડદા- ગ્રીન નેટ લગાવવામાં આવી ન હતી
- ઢોર પકડવામાં નિષ્ફળ CNCD અધિકારીઓને વીકલી રિવ્યૂ મિટિંગમાં ખખડાવ્યા
- કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે એસ્ટેટ- ટીડીઓ દ્વારા ‘આંખ આડા કાન’
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટો માટે પ્રેમ રાખનારા AMCના અધિકારીઓ ભરાશે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે ‘આંખ આડા કાન’ કરનારાઓનો મ્યુનિ. કમિશનરે ઉધડો લીધો છે. તેમાં રેતી, ડસ્ટ ઉડાડતી બાંધકામ સાઈટો પર લીલા પડદા લગાવવાના નિયમોની ‘ઐસી તૈસી’ થઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી
ઢોર પકડવામાં નિષ્ફળ CNCD અધિકારીઓને વીકલી રિવ્યૂ મિટિંગમાં ખખડાવ્યા
ઢોર પકડવામાં નિષ્ફળ CNCD અધિકારીઓને વીકલી રિવ્યૂ મિટિંગમાં ખખડાવ્યા હતા. આ મામલે હાઈકોર્ટ દ્વારા AMCની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. AMC કમિશનર એમ. થેન્નારસને, વીકલી રિવ્યૂ મિટિંગમાં એસ્ટેટ- ટીડીઓ અને CNCD વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર સિમેન્ટ, રેતી, ડસ્ટ, વગેરે ઉડવાને કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાની બાબતની ગંભીર નોંધ લઈને એસ્ટેટ- ટીડીઓ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો.
આ પણ વાંચો: ગુજરાત: મુસાફરીમાં અજાણ્યો માણસ બિસ્કિટ આપે તો રહેજો સાવધાન
કન્સ્ટ્રક્શન સાઈટ પર લીલા કલરના પડદા- ગ્રીન નેટ લગાવવામાં આવી ન હોવાનું જોવા મળ્યું
હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવતી હોવા છતાં શહેરમાં રખડતા ઢોરને પકડવામાં સરિયામ નિષ્ફળ નીવડેલા CNCD વિભાગના અધિકારીઓને આડે લીધા હતા. AMC કમિશનરે તાજેતરમાં પૂર્વના વિસ્તારોમાં લીધેલા રાઉન્ડ દરમિયાન કેટલીક કન્સ્ટ્રક્શન સાઈટ પર લીલા કલરના પડદા- ગ્રીન નેટ લગાવવામાં આવી ન હોવાનું જોવા મળ્યું હતું અને આ હેતુસર યોગ્ય પગલાં લેવા તાકીદ કરી હતી. શહેરમાં એર પોલ્યુશન વધી રહ્યું હોવાથી પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા જરૂરી છે. પીરાણા ડમ્પ સાઈટ, ઔદ્યોગિક એકમો, કન્સ્ટ્રક્શન સાઈટો વગેરે મારફતે પ્રદૂષણ વધી રહ્યું છે અને શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ વધી રહ્યો હોવાની બાબત ચિંતાજનક છે.
કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે એસ્ટેટ- ટીડીઓ દ્વારા ‘આંખ આડા કાન’
કન્સ્ટ્રક્શન સાઈટોની આસપાસના વિસ્તારોમાં સિમેન્ટ, ડસ્ટ, રેતી, વગેરે ઉડવાને કારણે એર પોલ્યુશન જોવા મળે છે અને તેના કારણે આસપાસના વિસ્તારોના રહીશોને શરદી, ખાંસી, ફેફસાંના રોગનો ભોગ બનવું પડે છે. આ કારણોસર કન્સ્ટ્રક્શન સાઈટોની ફરતે લીલા કલરના પડતા – ગ્રીન નેટ લગાવવી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ગ્રીન નેટ નહીં લગાવનાર કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે એસ્ટેટ- ટીડીઓ દ્વારા ‘આંખ આડા કાન’ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે. AMC કમિશનરે એર પોલ્યુશનને ગંભીર ગણીને લીલા કલરના પડદા લગાવવાના નિયમનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે.