AMC : હવે અમદાવાદીઓ આ રીતે ઘરે બેઠા ટેક્સ બિલ મેળવી શકશે
અમદાવાદના નાગરિકોને ઘરે બેઠા પ્રોપર્ટીના બીલો ડાઉનલોડ કરી ઓનલાઈન ભરી શકે તે માટે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા Whatsapp chat bot ની સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ નંબર 7567855303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ પર ક્લિક કરવાનું રહેશે. તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરીને ઓનલાઇન પેમન્ટ કરી શકશે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો : 7 અને 8 ફેબ્રુઆરીએ આ કારણોથી મુખ્યમંત્રી ગાંધીનગરમાં કોઇને મળશે નહીં
રેવન્યુ કમિટી દ્વારા જણાવ્યા અનુસાર નાગરિકોની સગવડતા માટે મ્યુ.કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. નાગરિકો તેઓના તમામ પેમેન્ટ મોબાઇલ પર ઓનલાઇન કરતા હોય છે જેને ધ્યાને લઈને હવે Whatsapp chat bot ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે કોઇ પણ નાગરિક તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર લીંક કરવાના હોય છે. જેથી તેઓ AMCની તમામ સેવાઓ તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે.
આ પણ વાંચો : ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ’, રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા
ટેક્સધારકોને વધુ એક સગવડ પુરી પાડવા તેઓના પ્રોપર્ટી ટેકસનું પેમેન્ટ ઘરે બેઠા મોબાઇલ મારફતે થાય તેવી સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરીયાત રહેશે નહીં. તેના કારણે પ્રોપર્ટી ટેક્સની રિકવરીમાં પણ વધારો થઇ શકશે.