- થૂંકનારાઓને દંડ કરવાના નિયમ ફરીથી અમલમાં મૂક્યો છે
- AMC દ્વારા બે મહિનામાં 267ને ઈ- મેમો ફટકારાયો
- રસ્તા પર થૂંકનારાઓ પાસેથી રૂ.53,400નો દંડ વસૂલ કર્યો
હવે અમદાવાદમાં રસ્તા પર થૂંકનારાઓ પર ‘તીસરી આંખ’ બાજ નજર રાખશે. જેમાં કોરોનાકાળના નિયમનો ફરીથી અમલ કરવામાં આવી રહ્યો છે. તેમાં માર્ચ, એપ્રિલમાં રૂ.53,400નો દંડ વસૂલાયો છે. તથા AMCના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ એરિયાની ‘તીસરી આંખ’ બે મહિનામાં 267ને ઈ- મેમો ફટકારાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: અરુણોદય વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ACBના સકંજામાં આવ્યા
રસ્તા પર થૂંકનારાઓ પાસેથી રૂ.53,400નો દંડ વસૂલ કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તા પર અને જાહેરમાં પાન- મસાલાની પિચકારી મારતા અને થૂંકનારાઓને દંડ કરવાના નિયમ ફરીથી અમલમાં મૂક્યો છે અને છેલ્લાં બે મહિના એટલેકે માર્ચ- એપ્રિલમાં જાહેરમાં થૂંકનારા 267 નાગરિકોને ઈ-મેમો ફટકાર્યો છે અને રૂ.53,400નો દંડ વસૂલ કર્યો છે. આમ, હવે અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા, પાનની પિચકારી મારીને ગંદકી ફેલવાનારાઓએ દંઢ ભરવો પડશે.
જાહેરમાં થૂંકનારાઓને દંડ ફટકારવામાં આવશે
અમદાવાદ સહિત દેશ અને દુનિયામાં કોરોનાનો રોગચાળો વકર્યો હતો તે વેળા કોવિડ-19ના રોગચાળાને વધુ વકરતો અટકાવવા માટે AMC દ્વારા કોરોના કાળમાં જાહેરમાં થૂંકનારા, પાન-મસાલાની પિચકારી મારનારા પર બાજ નજર રાખવા માટે AMC કમાન્ડ એન્ડ કન્ટ્રોલ એરિયા દ્વારા બાજ નજર રાખવા માટેના નિયમનો કડક અમલ કરવામાં આવ્યો હતો. AMC દ્વારા માર્ચ- એપ્રિલથી આ નિયમ ફરીથી અમલમાં મૂક્વામાં આવ્યો છે.
AMCના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં 267 લોકો કેદ થયા
છેલ્લાં બે મહિનામાં જાહેરમાં થુંકનારાઓ પૈકી AMCના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં 267 લોકો કેદ થયા છે અને તેમને ઈ- મેમો ફટકારવામાં આવ્યા છે. આમ, AMC દ્વારા જાહેરમાં થૂંકનારા 267 લોકો પાસેથી રૂ. 200 લેખે કુલ રૂ. 53,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં AMCના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ એરિયાની ‘તીસરી આંખ’ દ્વારા જાહેરમાં થૂંકનારા, પાન- મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવનારા પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જાહેરમાં થૂંકનારાઓને દંડ ફટકારવામાં આવશે.