અમદાવાદમાં AMCએ ગુનેગારોને પકડવામાં માટે લીધો મોટો નિર્ણય
- રૈનબસેરામાં હવે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો
- રૂ.35 લાખના ખર્ચે 35 નાઈટ શેલ્ટરમાં CCTV લગાવાશે
- ગુનેગારને પકડી શકાય તે હેતુસર CCTV લગાવવા સુપ્રીમે ગાઈડલાઈન જારી કરી હતી
અમદાવાદમાં પાંચ વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે. જેમાં રૈનબસેરામાં હવે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ SCની ગાઈડલાઈનની ઐસીતૈસી કરી હતી. તેમાં અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલાં લેવાયા ન હતા. જેમાં રૂ.35 લાખના ખર્ચે 35 નાઈટ શેલ્ટરમાં CCTVની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ રોગનું કારણ આવ્યું સામે
અધિકારીઓ રેનબસેરામાં પાંચ વર્ષ પછી કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગ્યા
AMC દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 29 સ્થળે આવેલા 35 નાઈટ શેલ્ટર (રેન બસેરા)માં રૂ. 35 લાખથી વધુના ખર્ચે CCTV કેમેરા લગાવાશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રેનબસેરામાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. આમ છતાં AMCના ઈ- ગવર્નન્સ અને UCD વિભાગના અધિકારીઓ રેનબસેરામાં પાંચ વર્ષ પછી કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જાગ્યા છે અને હવે CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓના ગર્ભપાતનો આંકડો જાણી રહેશો દંગ
35 રેનબસેરામાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં 29 લોકેશન પરના 35 રેનબસેરામાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે અને આ હેતુસર ટેન્ડર મંગાવાતાં 4 બિડર પૈકી મે. પાર્થેકસ સર્વેલન્સ ઇન્ડિયા પ્રા. લિ.ની રૂ.35 લાખ + GST ખર્ચે 35 રેન બસેરામાં CCTV કેમેરા લગાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: બસ ભાડામાં વધારો થયો, પરંતુ આ વિસ્તારના કિલોમીટર પણ અચાનક વધી ગયા
ગુનેગારને પકડી શકાય તે હેતુસર CCTV લગાવવા સુપ્રીમે ગાઈડલાઈન જારી કરી
મ્યુનિ.ના UCD વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રેન બસેરા ચલાવવામાં આવે છે, જેમાં ગરીબ અને ઘરવિહોણા લોકોને આશ્રય આપવામાં આવે છે. UCD વિભાગ દ્વારા વારંવાર લેખિત જાણ કરવા છતાં ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કોઈ પ્રકારે ધ્યાન આપવામાં આવ્યું નહોતું. કેટલાક રેનબસેરામાં ચરસી, ગંજેરીઓ સહિત કેટલાંક અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળતો હોવાની અને કેટલીકવાર નાના- મોટા ગુના થયાની ઘટનાઓ સર્જાઈ હોવા છતાં રેનબસેરામાં CCTV લગાવાયા નથી. રેનબસેરામાં કોઈ ઘટના સર્જાય તો ગુનેગારને પકડી શકાય તે હેતુસર CCTV લગાવવા સુપ્રીમે ગાઈડલાઈન જારી કરી હતી.