- બાંધકામ સાઈટોની ધૂળો અને રજકણો ઉડવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે
- ગ્રીન નેટ નહીં લગાવનાર 41 બાંધકામ સાઈટને ‘સીલ’ કરવામાં આવી
- પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી
અમદાવાદમાં વિવિધ વિસ્તારોની પ્રદૂષણ ફેલાવતી કન્સ્ટ્રક્શન સાઈટ પર AMCએ લાલા આંખ કરી છે. જેમાં શહેરમાં ગ્રીન નેટ વિનાની 41 કન્સ્ટ્રક્શન સાઈટ સીલ કરાઈ છે. તથા વાયુ પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:
ગ્રીન નેટ નહીં લગાવનાર 41 બાંધકામ સાઈટને ‘સીલ’ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે પૂર્વ ઝોનમાં 25, દક્ષિણ ઝોનમાં 6, ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં 3-3 સાઈટ સીલ કરાઈ છે. વાયુ પ્રદુષણ ઉપરાંત સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર રેતી, સિમેન્ટ, ડસ્ટ, વગેરે ઉડવાને કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે લીલા પડદા- ગ્રીન નેટ નહીં લગાવનાર 41 બાંધકામ સાઈટને ‘સીલ’ કરવામાં આવી છે. AMC દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી છે. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 3 અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 1 બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં AMC દ્વારા ઝુંબેશના ભાગરૂપે અન્ય બાંધકામ સાઈટોને પણ ચેક કરી અને કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે વિલંભ, જાણો શું છે કારણ
બાંધકામ સાઈટોની ધૂળો અને રજકણો ઉડવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે
ઉલ્લેખનીય છે કે, AMC કમિશનર એમ. થેન્નારસનને તાજેતરમાં લીધેલા રાઉન્ડ દરમિયાન બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ નહીં જોવા મળતાં રીવ્યુ મીટિંગમાં એસ્ટેટ- ટીડીઓ અધિકારીઓનો ઉધડો લેવાને પગલે એસ્ટેટ- ટીડીઓ અધિકારીઓ સફાળા જાગ્યા હતા ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈટને સીલ કરી હતી. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બાંધકામ સાઈટો પર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ, સેફ્ટી નેટ બેરીકેટિંગ કરવામાં આવતું નથી. વાયુ પ્રદુષણ ઉપરાંત સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે. બાંધકામ સાઈટોની ધૂળો અને રજકણો ઉડવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે અને લોકો રોગોનો શિકાર બને છે.