AMCએ એડિબલ કપના લીધા સેમ્પલ, ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની થશે તપાસ
AMC દ્વારા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા ચાની કીટલીઓ પર પ્લાસ્ટિક અને કાગળના કપ પર પ્રતિબંધની કડક અમલવારી કરાવવામા આવી રહ્યું છે. ત્યારે દુકાનદારો અને ચાની કીટલીના માલિકોએ પેપર કપ અને પ્લાસ્ટિક કપના વિકલ્પ શોધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં માટીના કુલ્લડ અને ખાસ પ્રકારના વેફર કપ બજારમાં મળવા લાગ્યા છે. આ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકાય છે.
AMC દ્વારા શરુ કરાયું ચેકિંગ
તાજેતરમાંજ AMC દ્વારા પ્લાસ્ટિક અને પેપર કપ પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. જેના કારણે ચાની કીટલીઓ પર દુકાનદારોએ એડિબલ કપનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. ત્યારે પેપર કપ અને પાસ્ટિકના કપના વિકલ્પમાં આ એડિબલ કપનો ઉપયોગ કરતા AMC દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને અમદાવાદવાસીઓના આરોગ્યને ધ્યાને રાખીને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે.
AMC દ્વારા એડિબલ કપના સેમ્પલ લેવાયા
પ્લાસ્ટિક કપ અને પેપર કપ પર પ્રતિબંધ મુકાતા દુકાનદારોએ નવા વિકલ્પો સોંધી લીધા છે. જેમાં કુલ્લડ ચા, ધાતુના કપ વગેરે ચાનું વેચાણ કરવામા આવી રહ્યુ છે. ત્યારે હાલમાં અમદાવાદમાં વેફર કપની ચા બજારમાં ખુબ ટ્રેન્ડમાં આવી છે. આ વેફર કપ ચાની ખાસિયત એ છે કે ચા પીધા બાદ તમે આ કપને ખાઈ શકાય છે. વેફર કપ ચાને અમદાવાદવાસીઓ ખૂબ પસંદ કરી રહ્યા છે. અને તેનું વેચાણ પણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એડિબલ કપમાં વપરાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામા આવી રહી છે. AMC દ્વારા એડિબલ કપના સેમ્પલ લેવામા આવી રહ્યા છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે. ચાની કીટલીઓ અને દુકાનો પર પ્રતિબંધીત કપ અંગે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
AMC દ્વારા પ્લાસ્ટિક અને પેપર કપ પર પ્રતિબંધ
AMC દ્વારા પ્લાસ્ટિક અને પેપર કપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. AMC દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર આ પ્રતિબંધિત કપના વેચાણ અંગે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને 20 જાન્યુઆરી સુધી AMC દ્વારા તમામ દુકાનદારોને સમજાવવામાં આવશે. એને 20 જાન્યુઆરી પછી પણ તેનું વેચાણ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : આયુર્વેદ અને હોમિયોપેથીના વિદ્યાર્થીઓને થશે ફાયદો, નવી 8 કોલેજને મંજૂરી મળતા 570 સીટોનો વધારો