ગુજરાત

ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા AMCએ કરી આગવી પહેલ

Text To Speech
  • અમદાવાદ મનપાની હેલ્થ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી
  • શહેરના 16 લાખ ઘરોને કાપડની થેલીઓનું વિતરણ કરવાનું નક્કી
  • દરેક ઘરદીઠ 2 થેલી અપાશે એવું પણ નક્કી કરવામા આવ્યું છે

ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા AMCએ આગવી પહેલ કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે AMC ઘરદીઠ 2 કાપડની થેલીનું વિતરણ કરશે. તેમાં અમદાવાદ મનપા દ્વારા આ એક મહત્વના નિર્ણયથી પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટશે.

આ પણ વાંચો: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો વ્યાપક બન્યો, દર્દીઓની સંખ્યા જાણી ચોંકી જશો

અમદાવાદ મનપાની હેલ્થ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી

શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રમાણે હવે અમદાવાદીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના દૈનિક વેસ્ટના પ્રદૂષણને ડામવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસાર અમદાવાદીઓને હવે કાપડની થેલીઓ આપવામા આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં જો કે આ બાબત હજુ પણ વિચારાધીન છે અને આ બાબતને અમદાવાદ મનપાની હેલ્થ કમિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ડરાવનારી 

શહેરના 16 લાખ ઘરોને કાપડની થેલીઓનું વિતરણ કરવાનું નક્કી

આ મામલે માહિતી અનુસાર શહેરના 16 લાખ ઘરોને કાપડની થેલીઓનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત દરેક ઘરદીઠ 2 થેલી અપાશે એવું પણ નક્કી કરવામા આવ્યું છે. નોંધનીય છે કે અમદાવાદ મનપાની આ પહેલ દ્વારા શહેરને કચરામુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કાપડની આ થેલી અમદાવાદીઓ જ્યારે પણ ખરીદી કરવા જાય, ખાસ કરીને શાકભાજી અથવા દૈનિક ગ્રોસરીની ખરીદીમાં તેને વાપરે તેવો આ પહેલ પાછળનો આશય છે.

Back to top button