વરસાદના પાણી માટે અત્યારથી જ જાગ્યું AMC, પાણીના નિકાલ માટે ઊભી કરવામાં આવી ખાસ સિસ્ટમ, તમે પણ જાણી લો
અમદાવાદમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહેતી હોય છે. દર વર્ષે AMC દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કરોડોને ખર્ચો કરવામા આવતો હોય છે. તેમ છતા સ્થિતમા સુધારો થતો નથી. શહેરના અનેક વિસ્તારોમા પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે AMC દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરવામા આવી રહી છે.
અમદાવાદમાં વરસાદી પાણી નહીં ભરાય
આ વર્ષે ચોમાસામાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર તળાવો નહીં ભરાય એવો AMC દ્વારા દાવો કરવામા આવ્યો છે. હવે AMC દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરવામા આવી રહી છે. જેમાં AMC દ્વારા એવા વિસ્તારોમાં આ સ્પોન્જ સિટી મેથડનો અમલ કરવામાં આવશે જ્યા સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થયા છે. આ સિસ્ટમથી વરસાદી પાણી પર કોલેટ થઈ જમીનમાં ઉતરી જશે. હાલ ચેન્નાઈ શહેરમાં આ સિસ્ટમ અમલી છે. ત્યારે હવે આ સિસ્ટમને અમદાવાદમાં પણ લાવવાની તૈયારીઓ AMC કરી રહી છે.
કરોડોનો ખર્ચ છતા પાણીના નિકાલની સમસ્યા યથાવત
ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2008-09થી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે પરંતુ ગેરકાયદે જોડાણોના કારણે સ્ટ્રોમ વોટર લાઈનો ‘પ્રવાહ શક્તિ’ ઘટી જાય છે અને ચોમાસામાં પુરતી ક્ષમતા મુજબ વરસાદી પાણીનું વહન થતું નથી.
પાણીના નિકાલ માટે આ ખાસ સિસ્ટમનો ઉપયોગ થશે
અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે AMC દ્વારા ખાસ પદ્ધતિનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી રોડની નીચે ઇકો બ્લોક મૂકવામાં આવશે. જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ જશે. આ પદ્ધતિથી જે સ્થળોએ પાણી ભરાય છે તેવા સ્થળે કેચપીટની નીચે 4 *4*10 ફૂટના 10 હજાર લીટર પાણીની ક્ષમતા વાળા ઇકો બ્લોક મૂકવામાં આવશે. આ બ્લોકમાં પાણી કેચપીટની નીચે પરકોલેટ થઈ જમીનમાં ઉતરી જશે.
જાણો કેવી આ સિસ્ટમ કરશે કામ
આ વરસાદી પાણીના પ્રવાહમાં લગભગ 15 ટકા જેટલા પાણીના જથ્થાનો નિકાલ સદર બ્લોક દ્વારા થાય છે. અને બાકીના 85 ટકા પાણીનો નિકાલ કરવા માટે બ્લોકને નજીકના મેન હોલ સાથે કનેક્ટ કરવામાં આવશે. તેવી જ રીતે જે તે સ્થળે કેચપીટની નીચે નાની અને મોટી એમ બે પ્રકારની ટાંકીઓ રાખવામાં આવશે. જમાં નાની ટાંકીની ક્ષમતા 50 હજાર લીટર અને મોટી ટાંકીની ક્ષમતા 1 લાખ લીટર રહેશે. તેમજ ટાંકીની ચારે તરફ મોટા હોલ રહેશે. જેના કારણે વરસાદી પાણી જમીનમાં ચારે તરફ પરકોલેટ થઇ જશે. અને જો આ ટેકીઓની કિમતની વાત કરવામાં આવે તો નાની ટાંકીનો કિંમત અંદાજ સવા કરોડ અને મોટી ટાંકીની કિંમત અંદાજીત 2 કરોડ છે.
સિસ્ટમ માટે કુલ રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે
જાણકારી મુજબ AMC દ્વારા આગામી પાંચ વર્ષમાં કુલ 107 સ્થળોએ સ્પોન્જ સિટી મેથડ અંતર્ગત ઇકો બ્લોક અને ટાંકીઓ મૂકવામાં આવશે. આ સિસ્ટમ માટે કુલ રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે. જે વર્ષે 50 કરોડની ગણકરી મુજબ ખર્ચ થશે. અને આ પ્રોજેક્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથો. ગ્રાટમાંથી પૂર્ણ કરવામાં આવશે. જેના માટે NDMA દ્વારા AMCને રૂપિયા 250 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.
આ પણ વાંચો : આજથી બે દિવસ માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી, હવામાન વિભાગે આપી સૂચના