AMCની સામાન્ય સભાઃ અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાનમાં જતા મેયરના રાજીનામાની માગ સાથે કોંગ્રેસે કાળી પટ્ટી સાથે વિરોધ કર્યો
અમદાવાદઃ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ અને અમદાવાદના નાગરિકોને ખોટા વાયદા કરવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસ પક્ષે મેયર કિરીટ પરમારનું રાજીનામું માંગ્યું હતું. પ્રિમોન્સૂન પ્લાનમાં નિષ્ફળ જતાં સામાન્ય સભાના સદનમાં વિપક્ષના નેતા અન્ય કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા બેનરો બતાવી અને મેયરના રાજીનામાની માંગ કરી હતી.
વરસાદમાં શહેર જળબંબાકાર થયું હતું ત્યારે મેયર કિરીટ પરમાર પ્રજાની વચ્ચે નહીં પરંતુ કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. તેથી જ તેમને આ ગાદી પર બેસવાનો હક્ક નથી. જેથી આ સદનમાં જ તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરી હતી. વિપક્ષ કોંગ્રેસ દ્વારા બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે મૃત્યુ પામેલા 58 જેટલા મૃતકોને શ્રદ્ધાંજલિ માટે શોક ઠરાવ પસાર કરવાની માંગ કરી હતી. પરંતુ ભાજપના મેયરે શોકઠરાવ અંગે કે લઠ્ઠાકાંડ બાબતે કોઈ જ વાત કરી ન હતી. શોકઠરાવ પસાર ન કરતા કોંગ્રેસ દ્વારા મેયરનો ઉગ્ર વિરોધ કરાયો હતો
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ‘મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો તમામ જગ્યાએ નિષ્ફળ રહ્યા છે. એક જ વરસાદમા શહેર જળબંબાકાર થઇ જાય છે અને ત્રણ વર્ષ અને પાંચ વર્ષની ગેરંટી સાથે બનાવામા આવેલા રોડ તૂટી જાય છે. આ બધી સમસ્યાનું ફક્ત એક જ કારણ ભષ્ટ્રાચાર છે. કારણ કે છેલ્લા 15 વર્ષમાં રોડ રસ્તા પાછળ રૂ.542 કરોડ, ડ્રેનેજ પાછળ રૂ.854 કરોડ, ઝોનના કામોમાં રૂ. 1940 કરોડ, એપ્રિલ 2021થી જૂન 2022 સુધી મ્યુનિ વહીવટી તંત્ર દ્વારા ફક્ત ડિશિલ્ટિંગ માટે જ રૂ.23 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો જો ડિશિલ્ટિંગ કરવામાં આવ્યું હોય તો આખેઆખું શહેર જળબંબાકાર કેમ થઇ જાય છે?’
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા કરોડોના રોડ બનાવાના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે તે રોડની ત્રણ વર્ષ જેટલી ગેરંટી લેવામા આવે છે પરંતુ એક જ વરસાદમાં અમદાવાદ શહેરના તમામ રોડ રસ્તા તૂટી જાય છે. કોંગ્રેસ શહેર પ્રમુખ અને ઉપનેતા નીરવ બક્ષીએ રજૂઆત કરી હતી કે, શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરે ગયા હતા અને પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો હતો.
ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી કે, શહેરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે પરંતુ તેનો કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકારનો નિયમ છે કે જે પણ કોમર્શિયલ કે રેસિડેન્ટ બિલ્ડીંગ બને છે ત્યારે 4000 ચોરસ મીટરથી મોટી હોય તેમાં પરકોલેટીંગ વેલ બનાવવી ફરજિયાત છે. શહેરમાં અંદાજે 15 હજારથી વધુ પરકોલેટીંગ વેલ છે પરંતુ તે બંધ હાલતમાં છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પરકોલેટીંગ વેલનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું નથી જેના કારણે ભૂગર્ભ જળનો સંગ્રહ થતો નથી અને રોડ પર પાણી ભરાય છે.
તેવા આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે 100થી વધુ પરકોલેટીંગ વેલ બનાવવામાં આવે છે જે બંધ હાલતમાં છે. પરકોલેટીંગ વેલ આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સદંતર બેદરકાર છે જેના કારણે આજે રોડ પર પાણી ભરાયા છે. પરકોલેટીંગ વેલ બંધ હોવાની એક પણ વ્યક્તિને નોટિસ આપવામાં આવી છે કે કેમ તેનો કમિશનર પાસે તેઓએ જવાબ આપ્યો હતો વર્ષ 2018માં છેલ્લે નોટિસો આપવામાં આવી હતી. તેમ તેમણે જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી કોઇ પણ વ્યક્તિને આ માટે નોટિસ અપાઈ નથી.
લાંભા બોર્ડના અપક્ષ ધારાસભ્ય કાળુભાઈ ભરવાડ સરખેજ બાકરોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા કેટલ પોન્ડમાં 200 જેટલી ગાયો મરી ગઇ છે અને 300 જેટલી ગાયોનો કોઈ હિસાબ નથી. તેઓ સણસણતો આક્ષેપ કર્યો હતો. કેટલ પોન્ડમાં 1800થી વધુ પશુઓ હતા. જેમાં 1100 ગાયો હતી. 22000 કિલો કાગ નાંખવામાં આવતું હતું. લાખો રૂપિયા દાનમાં આપવામાં આવે છે. છતાં શા માટે ગાયો ભૂખે મરી છે તે અંગે તેઓએ 300 સવાલ ભાજપના સત્તાધીશોએ કર્યો હતો તેઓએ જવા માંગતો હતો કે 300 જેટલી ગાયોનો કોઈ સાંભળતો નથી તેનું શું? કાળુભાઈ ભરવાડે આ મામલે વિજીલન્સ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.