મેટ્રો શરૂ થયાના 3 મહિનામાં AMCને થઈ કરોડોની આવક, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી સૌથી વધુ કમાણી
અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને ૩ મહિનાથી થઇ ચૂક્યા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન મેટ્રોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યોછે. જેથી મેટ્રોને આવક પણ ખૂબ સારી મળી રહી છે.
3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી
અમદાવાદમાં મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ કોરિડોરનો પ્રારંભ થયાને ૩ મહિનાથી થઇ ચૂક્યા છે. ત્યારે આ દરમિયાન મેટ્રો ટ્રેનમાં અનેક લોકોએ મુસાફરી કરી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા વાળા લોકોની સંખ્યા વધતા આવકમાં પણ ખૂબ વધારો થયો છે. ટ્રેન શરૂ થયાના 3 મહિનામાં કુલ 6.35 કરોડથી વધુની આવક નોંધાઈ છે. જ્યારે 3 મહિનામાં કુલ 39.96 લાખ લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે. અને જો મેટ્રો ટ્રેનની પ્રતિદિને સરેરાશ 44603 મુસાફરો મુસાફરી કરતા હોય છે. જેથી પ્રતિદિને સરેરાશ રુ. 7.06 લાખની આવક થતી હોય છે.
વસ્ત્રાલ-થલતેજ રૃટથી મેટ્રોને રુ. 4.44 કરોડની આવક
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મેટ્રો ટ્રેન શરુ થઈ ત્યારથી થલતેજ-વસ્ત્રાલ ગામ મેટ્રો રેલ રૂટ પર દિવસ દરમિયાન લોકોનો ખૂબ જ ધસારો જોવા મળ્યો હતો. મેટ્રો ટ્રેનમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડકોરને સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં17.89 લાખ અને નોર્થ-સાઉથ કોરિડોરમાં 9.77 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જેથી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી મેટ્રોને સૌથી વધુ રૃપિયા 4.44 કરોડ જ્યારે નોર્થ-સાઉથ કોરિડરથી 1.49 કરોડની આવક થઇ છે.
આ પણ વાંચો : ભાવનગરમાં મુખ્યમંત્રીને સંબોધન કરતા ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, ભૂલ સમજાતા કહ્યુ સોરી સોરી..