- અમદાવાદનું ઘી અંબાજીમાં પકડાય છે અમદાવાદમાં કેમ પકડાતુ નથી
- શહેરમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવા સઘન કાર્યવાહી કરવા સુચના આપી
- રોડ ઉપર ગંદકી કરતા લોકોને અટકાવવા ત્રણ શિફટમાં ટીમ ફરજ ઉપર મુકાશે
અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી મામલે AMC કમિશનરે ખાસ વાત કહી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરે કહયુ, અમદાવાદનું ઘી અંબાજીમાં પકડાય છે અમદાવાદમાં નહીં.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ સિઝન વચ્ચે લોકો વાયરલ ઈન્ફેક્શનમાં લપેટાયા, રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાયા
શહેરમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવા સઘન કાર્યવાહી કરવા સુચના આપી
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં કમિશનરે ફુડ વિભાગના ઉચ્ચ અધિકારીને વ્યંગાત્મક ટોનમાં અમદાવાદનું ઘી અંબાજીમાં પકડાય છે અમદાવાદમાં કેમ પકડાતુ નથી કહેતા ફુડ વિભાગના અધિકારી છોભીલા પડી ગયા હતા. કમિશનરે વાતને વાળી લેતા નવરાત્રિ અને દિવાળી પર્વ સમયમાં શહેરમાંથી ખાદ્યચીજોના સેમ્પલ લેવા સઘન કાર્યવાહી કરવા સુચના આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારત-પાકિસ્તાન મેચ પછી પણ રહેશે આ વિસ્તારોમાં કડક બંદોબસ્ત
રોડ ઉપર ગંદકી કરતા લોકોને અટકાવવા ત્રણ શિફટમાં ટીમ ફરજ ઉપર મુકાશે
માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી લેવાયેલ ઘી અંબાજીમાં પ્રસાદ બનાવવા ઉપયોગમાં લેવાયુ હતુ. આ ઘીના સેમ્પલ ફેઈલ થયા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને આ બાબતને ગંભીરતાથી લઈ ફુડ વિભાગના ઉચ્ચ અધિકારીને ઘી-તેલ સહિતની તમામ ખાદ્યચીજોના લેવામાં આવતા સેમ્પલની સંખ્યા વધારી તહેવારના સમયમાં શહેરીજનોને ફરસાણ-મિઠાઈ શુધ્ધ મળે એ પ્રકારે સઘન કાર્યવાહી કરવા સુચના આપી હતી. શહેરમાં નવા રોડ બનાવવા તથા રોડ રિસરફેસ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ ફુટપાથ ઉપર સુતા લોકોને રેનબસેરામાં ખસેડવા કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીને સુચના આપી હતી. વિવિધ સિગ્નલ ઉપર ભિક્ષા પ્રવૃત્તિ કરતા લોકો માટે શું કરવુ એ અંગે અધિકારીઓ પાસેથી સુચન માંગ્યા હતા.
આ પણ વાંચો: વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન શરૂ
રખડતાપશુને પકડવા પણ મ્યુ.કમિશનરે સુચના આપી
શહેરના વિવિધ રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા લોકોને અટકાવવા ત્રણ શિફટમાં મ્યુનિ.અધિકારી-કર્મચારીની ટીમ ફરજ ઉપર મુકાશે. આ ટીમ રોડ ઉપર લોકોને કચરો ના ફેંકવા સમજાવશે. રોડ ઉપર ફેંકવામાં આવતા કચરાને કારણે ગંદકી ફેલાવાની સાથે રખડતા ઢોર પણ જોવા મળતા હોય છે. રખડતાપશુને પકડવા પણ મ્યુ.કમિશનરે સુચના આપી હતી.