ગુજરાત

અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા AMC નવી પોલિસી લાવી

Text To Speech

AMCની નવી પોલિસી આવી છે. જેમાં ફક્ત જાહેર સ્થળે જ RCCના બાંકડા મુકવામાં આવશે. તેમજ હવે વૂડન ટેક્સ્ચરનો પેન્ટ કરી વધુ આકર્ષક બનાવાશે. તથા જિમ્નેશિયમ, હોસ્પિટલ સહિત ઈન્ડોર એરિયામાં સ્ટીલના બાંકડા આપવામાં આવશે. તેમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે. એક બાંકડાની કિંમત અંદાજે રૂ. 5,490 રહેશે. આ ઉપરાંત જિમ્નેશિયમ, હોસ્પિટલ સહિતની પ્રિમાઈસીસના ઈન્ડોર વિસ્તારમાં સ્ટીલના બાંકડા મૂકવામાં આવશે. આમ, ઈન્ડોર વિસ્તારમાં સ્ટીલના અને તે સિવાયના સમગ્ર શહેરમાં આર.સી.સી.ના બાંકડા મૂકવામાં આવશે. આ હેતુસર મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે. આમ, હવે અમદાવાદમાં એક જ પ્રકારના બાંકડા જોવા મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમીને લઇ આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી 

આ નિર્ણય બાદ શહેરમાં સમાન બાંકડા જોવા મળશે

શહેરની સુંદરતામાં વધારો થાય અને બાંકડાઓની ડિઝાઈનમાં એકરૂપતા જળવાય તે હેતુથી હાલમાં જુદા જુદા મટિરિયલ્સમાંથી બનાવી મુકવામાં આવતા બાંકડાની જગ્યાએ ફ્ક્ત RCCના જ બાંકડા મુકવાનું નક્કી કરાયું છે. એક જ પ્રકારની ડિઝાઈનના આર.સી.સી. પ્રિ-કાસ્ટ બાંકડા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ઈન્ડોર જગ્યાએ એટલે કે, હોસ્પિટલમાં કે જીમ્નેશિયમ તેમજ કોર્પોરેશન હસ્તકના અન્ય પ્રિમાઈસીસમાં સ્ટીલના બાંકડા મુકવાના રહેશે. આમ, હવે શહેરમાં તમામ જગ્યાઓ પર એક સમાન બાંકડા જોવા મળશે. જ્યારે ઈન્ડોર જગ્યાઓ પર પણ એક સમાન સ્ટીલના બાંકડા મુકવામાં આવશે. જોકે, હવે આ નિર્ણય બાદ શહેરમાં સમાન બાંકડા જોવા મળશે.

આ પણ વાંચો: સુરત: દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે બર્ડ હિટ થઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

એક જ પ્રકારના બાંકડા સમગ્ર શહેરમાં મૂકવાનું આયોજન

બાંકડાઓને લઈને અગાઉ અનેક વખત પરિપત્રો કરવામાં આવ્યા છે. જેમાં ઘણી વખત બાંકડાની ક્વોલિટીને લઈને પણ વિવાદો સર્જાય હતા. નબળી ક્વોલિટીના બાંકડાઓના કારણે કેટલીકવાર એક જ વર્ષમાં બાંકડા તુટી જવાની વ્યાપક ફ્રિયાદો પણ ઉઠી હતી. જોકે, હવે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ આવે તે માટે આર.સી.સી.ના બાંકડા અને તે પણ એક જ પ્રકારના સમગ્ર શહેરમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button