અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હોળીકા દહનને લઈને AMCએ લોકોને કરી અપીલ કરી, જાણો શું કહ્યું

Text To Speech

સમગ્ર ભારતમાં હોળીનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. હોળીના આ પવિત્ર દિવસે ગામ શેરી અને નગરોમાં હોલિકા દહન કરવામાં આવે છે. અને કેટલાક લોકો દ્વારા જાહેર રસ્તા પર ખાડા ખોદીને હોળીકા દહન કરવામાં આવતું હોય છે. જેના કારણે જાહેર રસ્તાને નુકશાન થાય છે. અને અહીથી પસાર થતા લોકોને પણ મુશ્કેલી થતી હોય છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લોકોને જાહેર રસ્તા પર ખાડા ન ખોદવા અપીલ કરવામાં આવી છે.

જાહેર રસ્તાઓને નુકશાન ન પહોંચાડવા AMCની અપીલ

અમદાવાદ મહાનગર પાલિકાએ હોળીના તહેવારને લઈને લોકોને જાહેર રસ્તા પર ખાડા ખોદીને હોળીકા દહન ન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ AMCએ લોકોને અપીલ કરતા કહ્યું કે હોળીકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જોઇએ. જેથી જાહેર રસ્તાને નુકશાન ન થાય.

હોલીકા દહન amc અપીલ-humdekhengenews

હોલીકા દહન માટે જરુર જણાશે તો AMC કરશે મદદ

તહેવારોમાં જાહેર જનતા અને સંસ્થા દ્વારા હોળીકા દહનનું આયોજન કરવામાં આવે છે. આ શુભ પ્રસંગે તહેવારની ઉજવણી પણ સારી રીતે થાય સાથે જ જાહેર રસ્તાઓને નુકશાન ન પહોચે તે રીતે ઉજવણી કરવા અપીલ કરવામા આવી છે. ANC એ દ્વારા કહેવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ ઉપર હોલિકા દહન કરવામાં આવે તો હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર રેતી અને માટી નાખ્યા બાદ જ હોળી પ્રગટાવી. અથવા શક્ય હોય તો નજીકના એએમસીના ખુલ્લા પ્લોટમાં હોલીકા દહન કરવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે. અને જો જરુર લાગશે તો તેના માટે અમદાવાદ મહાનગર પાલિકા પણ સંસ્થાઓ અને સોસાયટીને મદદ કરશે.

AMCના ચેરમેન હિતેશ બારોટે આપ્યું નિવેદન

AMCના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, જાહેર રસ્તાઓ પર ખાડા કરવાની ભવિષ્યમાં રોડને મોટું નુકશાન થઈ શકે છે. જેથી કોઈએ પણ જાહેર રસ્તા પર ખાડા ન કરવા જોઈએ. અને હોળીકા દહન બાદ જાહેર માર્ગ પર રહેલ ધૂળ પણ એએમસી દ્વારા જરૂર લાગશે તો ઉપાડી લેવામાં આવશે. તેમજ જરૂર લાગશે ત્યાં એએમસી એસ્ટેટ વિભાગની ટીમ પણ મદદ કરી ધૂળ આપશે.

આ પણ વાંચો : હોળીના રંગમાં કોરોનાનો ભંગ ! એક અઠવાડિયામાં કેસમાં ત્રણ ગણો વધારો

Back to top button