ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલવે ટ્રેક પર એમ્બ્યુલન્સ ફસાઈ, તે જ સમયે અચાનક ટ્રેન આવી ગઈ, 100 મીટર સુધી ઢસડી

Text To Speech

રાયગઢા, 11 માર્ચ 2025: ઓડિશાના રાયગઢા મલકાનગિરી કોરાપુટ રેલ લાઈન પર સોમવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ. જાણકારી અનુસાર, અહીં સિકરપાઈ અને ભાલુમાસ્કા સ્ટેશનો વચ્ચે એક માલગાડીએ એક એમ્બ્યુલન્સને ટક્કર મારી દીધી. ત્યાર બાદ પણ ટ્રેક રોકાઈ નહીં અને લગભગ 100 મીટર સુધી એમ્બ્યુલન્સ ઢસડાઈ. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ હતાહતના સમાચાર નથી. કહેવાય છે કે, એમ્બ્યુલન્સમાં આઠ દર્દી સર્જરી માટે જઈ રહ્યા હતા. આ દરમ્યાન એમ્બ્યુલન્સ ટ્રેક પર ફસાઈ ગઈ. ત્યારે ટ્રેન આવી ગઈ અને આ દુર્ઘટના થઈ ગઈ.

આઠ દર્દીઓ હાજર હતા

મળતી માહિતી મુજબ, એક ખાનગી આંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આઠ દર્દીઓ હતા. તે બધા સિકરપાઈ પંચાયતના કાનિપાઈ, કંજમ જોડી, ઝાકુડુ, બેટાલાંગ અને ચક્રક્લાંગ ગામોમાંથી આવ્યા હતા. બધા દર્દીઓ આંખના ઓપરેશન માટે અનંતા આંખની હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. તેમની સાથે એક આશા વર્કર પણ હાજર હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ રેલ્વે ટ્રેક પર ફસાઈ ગઈ. આ દરમિયાન, એક માલગાડી પાટા પર આવી અને એમ્બ્યુલન્સને લગભગ 100 મીટર સુધી ઢસડીને લઈ ગઈ. જોકે, સતર્ક લોકો પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી દીધી, આમ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

રેલ્વેએ નિવેદન આપ્યું

સદનસીબે, અકસ્માત પહેલા, એમ્બ્યુલન્સમાં રહેલા બધા દર્દીઓ અને ડ્રાઇવર સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા, તેથી કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટના અંગે પૂર્વ કોસ્ટ રેલ્વેએ સ્પષ્ટતા જાહેર કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર, લોકો પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રેલવેએ એમ પણ કહ્યું કે ઘટના સ્થળને 3 નવેમ્બર, 2024 ના રોજ સુરક્ષા માટે વાડ કરવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોએ ગેરકાયદેસર રીતે વાડ દૂર કરી દીધી હતી. આ ઘટના પાછળનું કારણ આ છે, જેને રેલવેએ ગેરકાયદેસર અતિક્રમણનો કેસ ગણાવ્યો છે. જોકે, રેલવેએ આ ગંભીર ઉલ્લંઘન અંગે કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: ખેતરમાંથી એવું બટાટું નીકળ્યું કે લોકો ભગવાન સમજી પૂજા કરવા લાગ્યા, દર્શન કરવા લાંબી લાઈનો લાગી

Back to top button