ગુજરાત

અંબિકા ફાયર ક્રેકર્સને ત્યાં દરોડામાં બિલ વગર ધંધો કરતા સેમિ હોલસેલર્સ અને રિટેલર્સના નામ ખૂલ્યાં

  • કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચી જાય એમ છે
  • પાંચમાં દિવસે દરોડાની કામગીરી પૂર્ણ કરાઈ છે
  • બિનહિસાબી સ્ટોક પણ હોવાના પુરાવા મળ્યા છે

અમદાવાદમાં અંબિકા ફાયર ક્રેકર્સને ત્યાં દરોડામાં બિલ વગર ધંધો કરતા સેમિ હોલસેલર્સ અને રિટેલર્સના નામ ખૂલ્યાં છે. તેથી અંબિકા ફાયર ક્રેકર્સ કેસમાં આઈટી બાદ હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે. ચાર દિવસ સુધી દસથી વધુ સ્થળે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ સાત કરોડ રોકડ જપ્ત કરાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવા છતાં પોલીસની ઢીલી નીતિ જવાબદાર

કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચી જાય એમ છે

પાંચમાં દિવસે દરોડાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આવકવેરા વિભાગે શહેરના દસથી વધુ સ્થળોએ અંબિકા ફાયર ક્રેકર્સના ત્યાં દરોડાની કામગીરી ચાર દિવસ સુધી ચાલુ રાખી હતી. પાંચમાં દિવસે દરોડાની કામગીરી પૂર્ણ કરાઈ છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે માલિકોના નિવેદનો પણ લેવાઇ ગયા છે. જોકે, કરચોરીનો આંક કરોડો રૂપિયા પહોંચી જાય એમ છે. આઇટીની તપાસની સાથે સાથે સ્ટેટ જીએસટી પણ આ કેસમાં તપાસ કરશે. ફટાકડાની આઇટમ જીએસએટી હેઠળ આવતી હોવાથી કેટલી જીએસટીની ચોરી કરાઈ તેની માહિતી મેળવી લેશે.

આ પણ વાંચો : પંચમહાલમાં બે ખાનગી બસો વચ્ચે ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત

બિનહિસાબી સ્ટોક પણ હોવાના પુરાવા મળ્યા છે

અંબિકા ફાયર ક્રેકર્સની રાયપુર દરવાજા નજીક આવેલી દુકાન, શિવરંજની ચાર પાસે આવેલી દુકાન અને એસ.જી.હાઇવે આવેલા રાજપથ ક્લબ પાસે આવેલી દુકાન અને ગોડાઉનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ખરીદ વેચાણના કરોડો રૂપિયાના દસ્તવેજો જપ્ત કરાયા છે. બિનહિસાબી સ્ટોક પણ હોવાના પુરાવા મળ્યા છે. બોગસ બિલ કરાયા હોવાની માહિતીના આધારે પણ તપાસ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના જાણીતાં IPSનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું

એટલું જ નહિ દરોડા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાત ભરમાં સેમી-હોલસેલરો અને રિટેઇલરોના સપ્લાય કરવામા આવેલા ફટાકડાની વિગતો આઇટીને મળી છે, જેના આધારે આવકવેરા વિભાગ તમામ વેપારઓ સુધી પહોચીને તેમણે કરેલા પેમેન્ટની બેન્કિંગ ડિટેઇલ અને આરટીજીએસની ટ્રાન્સફર કરવામા આવેલી વિગતો મેળવી રહ્યું છે. રોકડ રકમ જે 7 કરોડ જપ્ત કરાઇ છે તેનો હિસાબ માલિકો આપી શક્યા નથી પણ બ્લેકમની હોવાથી નવા બનેલા કાયદા મુજબ બ્લેકમની એક્ટ હેઠળ પણ આઇટી વિભાગ કાર્યવાહી કરીને નવી દિલ્હી ખાતે સીબીડીટીને ફાઇનલ રિપોર્ટ ફાઇલ કરી દેશે.

Back to top button