ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના CMની YSRCPમાં સામેલ થયાના 9 દિવસ બાદ પાર્ટી છોડી

Text To Speech
  • અંબાતી રાયડુએ રાજનીતિમાં પોતાના નિર્ણય પર લીધો યુ-ટર્ન
  • 28 ડિસેમ્બરના રોજ YSRCP પાર્ટીનું સભ્યપદ સંભાળ્યું હતું

નવી દિલ્હી, 6 જાન્યુઆરી : ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અંબાતી રાયડુએ શનિવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) છોડવાના નિર્ણયની જાહેરાત કરી છે, જે જાહેરાત પાર્ટીમાં જોડાયાના નવ દિવસ બાદ જ પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ દ્વારા કરવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો વિકેટકીપર-બેટ્સમેન અંબાતી રાયડુ 28 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ 45 દિવસીય રમતોત્સવ ‘ચાલો આંધ્ર રમીએ’ શરૂ કર્યાના બે દિવસ પછી YSRCP પાર્ટીમાં જોડાયો હતો.

 

સ્થાનિક અહેવાલો અનુસાર, રાયડુએ અજાણ્યા કારણોસર ખેલ રમતોત્સવમાં ભાગ લીધો ન હતો. પરંતુ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો જે બાદ હવે તેણે પાર્ટીમાંથી બહાર આવવાની અને રાજનીતિ છોડવાની જાહેરાત કરી દીધી છે.

અંબાતી રાયડુએ પાર્ટી છોડતી વખતે શું કહ્યું?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર પોસ્ટ કરીને અંબાતી રાયડુએ લખ્યું કે, ‘આ દરેકને જણાવવા માટે છે કે, મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આગળનો નિર્ણય યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, રાયડુએ જૂન 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ જુઓ :ભોપાલમાં ગેરકાયદેસર ચાલતા કન્યા ગૃહમાંથી 26 બાળકીઓ લાપતા થતા ખળભળાટ

Back to top button