અંબાણીજી, મને લગ્નમાં કેમ ન બોલાવી, હું ગેસ્ટના વાસણ પણ ધોઈ આપતઃ રાખી સાવંત ફરી બબડી
- રાખી સાવંતે કહ્યું, અંબાણીજી નમસ્તે, તમે મને લગ્નમાં કેમ ન બોલાવી, તમને ખબર નથી કે તમે મને બોલાવત તો હું ફ્લોર તોડી દેત. ખુરશીઓ તોડી દેત
મુંબઈ, 6 માર્ચઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન ઘણા દિવસોથી ચર્ચામાં છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલેલા આ પ્રી-વેડિંગ ફંકશનની ચર્ચાઓ હજુ પણ અટકવાનું નામ લઈ રહી નથી. પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ ખાન ત્રિપુટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન હાજર રહ્યા હતા. ઈવેન્ટના કેટલાય વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. હવે રાખી સાવંત મુકેશ અંબાણીથી નારાજ થઈ છે કે તેને પાર્ટીમાં કેમ ન બોલાવવામાં આવી?
આમંત્રણ ન મળતા નારાજ રાખી
બોલિવૂડની ડ્રામા ક્વીન ગણાતી રાખી સાવંતે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને મુકેશ અંબાણી સામે પોતાને લગ્નમાં ન બોલાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. રાખીએ કહ્યું, અંબાણીજી નમસ્તે, તમે મને લગ્નમાં કેમ ન બોલાવી, તમને ખબર નથી કે તમે મને બોલાવત તો હું ફ્લોર તોડી દેત. ખુરશીઓ તોડી દેત. મારો ડાન્સ તમે હજુ સુધી જોયો નથી. તમે રિહાના, કોન, આઈકોન આ કેવા લોકોને બોલાવ્યા. આ બધા મારી સામે મગફળી છે. શું તમે મારો ડાન્સ જોયો છે? મુન્ની બદનામ હુઈ, ટુક ટુક દેખે, પરદેશિયા મેં કેટલા ગીત કર્યા છે.
View this post on Instagram
વાસણ ધોઈ આપત, મારા કપડાંથી પોતા પણ કરી દેત.
રાખી સાવંત આગળ કહે છે, તમે મને કેમ ન બોલાવી. આ લોકોને હજાર કરોડ આપીને બોલાવ્યા. છતાં રિહાના ફાટેલા કપડામાં આવી. હું આવત તો એટલા હોટ અને સેક્સી કપડા પહેરીને આવત ને, મારા કપડાંથી તમારા ફ્લોર પર પોતું પણ લગાવી આપત. મને બોલાવવાના ચાર ફાયદા થાત. હું એન્ટરટેઈન કરતી, હું ડાન્સ કરત, તમારા જેટલા ગેસ્ટ આવ્યા હતા તેને જમાડ્યા બાદ વાસણ પણ કરી આપત. બધાના રૂમ પણ સાફ કરી દેત. શું શું કરી આપત. તમે હજાર કરોડ ખર્ચ કરીને કોને કોને બોલાવ્યા. એક રાખી સાવંતને જ ન બોલાવી. આ તમે શું કરી દીધું. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો જાતજાતના રિએક્શન્સ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ અજય દેવગણે બતાવી ‘મેદાન’ની ઝલક, સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જલ્દી થશે રીલીઝ