અંબાણી હવે હેલ્થ સેક્ટરમાં કરશે એન્ટ્રી , સસ્તા ભાવે જટિલ રોગોની ઓળખ કરતી કીટ લાવશે
મુકેશ અંબાણી હવે હેલ્થકેર સેક્ટરમાં પણ એન્ટ્રિ કરવા જઈ રહ્યા છે. જાણકારી મુજબ રિલાયન્સ ગ્રુપના ચેરમેન જીનોમ ટેસ્ટિંગ માટે કીટ લાવવાની તૈયારી કરી રહ્યા છે. અને આ કીટ સૌથી સસ્તા દરે લોકોને આપવામાં આવશે.
મુકેશ અંબાણી હવે હેલ્થ સેક્ટરમાં કરશે એન્ટ્રી
ટેલિકોમ અને રિટેલ બાદ મુકેશ અંબાણી હવે હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે વિશ્વની સૌથી સસ્તી ટેસ્ટિંગ કીટ લાવવા જઈ રહ્યો છે જે રોગને શોધવામાં અસરકારક સાબિત થશે. આવી કિટ બજારમાં પહેલેથી જ છે, પરંતુ અંબાણીની કિટ વર્તમાન બજાર કિંમત કરતાં 86 ટકા સસ્તી હશે. વાસ્તવમાં આ ટેસ્ટિંગનું નામ Genome Testing છે. જેની સાથે મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપ જિનેટિક મેપિંગ બિઝનેસમાં પ્રવેશ કરશે.
વિશ્વની સૌથી સસ્તી ટેસ્ટિંગ કીટ હશે
મુકેશ અંબાણીનું લક્ષ્ય ભારતના વધતા ગ્રાહક બજારમાં હેલ્થકેરને સસ્તી અને વ્યાપક બનાવવાનું છે. જે અંતર્ગત મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ થોડા દિવસોમાં 145 ડોલર એટલે કે રૂ. 12,000માં જીનોમ ટેસ્ટિંગ કીટ લાવવાનું આયોજન કરી રહ્યું છે. જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી સસ્તી ટેસ્ટિંગ કીટમાંની એક હશે. આ પ્રોડક્ટ સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ રમેશ હરિહરન દ્વારા વિકસાવવામાં આવી છે. RILએ વર્ષ 2021માં આ ફર્મને હસ્તગત કરી હતી. આ કંપનીમાં રિલાયન્સનો 80 ટકા હિસ્સો છે.
જાણો કઈ બિમારીઓમાં થશે ઉપયોગી ?
જીનોમ કીટ બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ તે ઘણી મોંઘી છે. રિલાયન્સની કીટની કિંમત અન્ય કંપનીઓ કરતા 86 ટકા ઓછી હશે. રમેશ હરિહરનના જણાવ્યા અનુસાર, આ કીટ દ્વારા કેન્સર, હાર્ટ એટેક, ન્યુરો સંબંધિત રોગો તેમજ આનુવંશિક સમસ્યાઓ શોધી શકાય છે. આ કીટ પરથી અગાઉથી જ જાણી શકાશે કે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી થવાની કેટલી સંભાવના છે. હરિહરને કહ્યું, ‘આ વિશ્વની સૌથી સસ્તી જીનોમિક પ્રોફાઇલ હશે. તેને અપનાવવાનું સરળ બનાવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. કારણ કે તે હેલ્થકેરમાં એક મોટો બિઝનેસ બની જશે.
ફાર્મા સેક્ટરને દવાઓ તૈયાર કરવામાં મળશે મદદ
રિલાયન્સની આ કીટથી ફાર્મા સેક્ટરને દવાઓ તૈયાર કરવામાં ઘણી મદદ મળશે. કંપનીઓને પહેલાથી જ ખબર હશે કે કયા પ્રકારની રોગની દવાઓનું ઉત્પાદન વધારવું છે અને કોઈપણ નવી રોગની દવા પર અગાઉથી આર એન્ડ ડી શરૂ કરી શકાય છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે ઈલેક્શન કમિશનની નિયુક્તિ PM, વિપક્ષ નેતા અને CJI કરશે