ટ્રેન્ડિંગમનોરંજન

અનંતના લગ્ન પહેલા ગરીબ યુવક-યુવતીઓના લગ્ન કરાવશે અંબાણી પરિવાર, જાણો શું મંગાવ્યું?

Text To Speech
  • અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જૂલાઈના રોજ મુંબઈમાં યોજાવાના છે. આ લગ્નમાં દેશ-વિદેશથી અનેક સેલિબ્રિટીઝ આવશે. દિકરા અનંતના લગ્ન પહેલા  અંબાણી પરિવારે એક નિર્ણય લીધો છે

દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જૂલાઈના રોજ મુંબઈમાં યોજાવાના છે. આ લગ્નમાં દેશ-વિદેશથી અનેક સેલિબ્રિટીઝ આવશે. દિકરા અનંતના લગ્ન પહેલા  અંબાણી પરિવારે એક નિર્ણય લીધો છે.

ગરીબોના લગ્ન કરાવશે અંબાણી પરિવાર

અનંત અને રાધિકાના લગ્નના 10 દિવસ પહેલા અંબાણી પરિવાર ગરીબ અને નીચલા તબક્કાના લોકોના સામૂહિક લગ્ન કરાવશે. વંચિતો માટે સામૂહિક લગ્ન સમારંભના આ કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્રના પાલઘરમાં આયોજિત થશે. આ આયોજનને લઈને અંબાણી પરિવાર તરફથી એક કાર્ડ પણ જારી કરવામાં આવ્યું છે.

જારી કરવામાં આવ્યું કાર્ડ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારંભના ભાગરૂપે 2 જુલાઈના રોજ સાંજે 4.30 વાગ્યે પાલધરના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં ગરીબ અને વંચિતોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્ડમાં એમ પણ જણાવાયું છે કે આ સામૂહિક વિવાહ કાર્યક્રમના આયોજનમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ સામેલ થશે. આ ઉપરાંત અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ તેનો ભાગ બનશે અને દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપશે. અનંતના લગ્ન પહેલા હજુ આ એક પ્રસંગ પણ ધામધૂમથી ઉજવવામાં આવશે.

ખાસ સાડીઓનો ઓર્ડર આપ્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે કાશીના વણકરોને બનારસી સાડીના સતત ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. લગ્નમાં બનારસની ખાસ સાડીઓ મંગાવવામાં આવી છે. આ સાડીઓને સોના અને ચાંદીની જરીથી તૈયાર કરવામાં આવી છે. આ સાડીઓની કિંમત 1 લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધી છે. એવા સમાચાર છે કે આ સાડીઓનો ઓર્ડર 2 જુલાઈના રોજ યોજાનારા સમૂહ લગ્ન માટે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોયા, વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું: દિલ જીતી લીધું!

Back to top button