ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

Text To Speech
  • ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે
  • ડાકોર, અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
  • 18 જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે

ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમા આજ રાતથી રાજયના મોટા ભાગના ભાગોમાં વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તથા ખંભાત , તારાપુર, ગોધરા, આણંદ, વડોદરા, નડિયાદ, ડાકોર, અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે કે 18 જૂનથી ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ પડશે. તેમજ 24 જૂન સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ યથાવત રહેશે. 17 થી 22 જૂન સુધીમાં આંધી વંટોળથી કાચા છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. તથા ખંભાત, કઢવડા, કપડવંજ, ખેડામાં પવન ગતિ વધુ રહેશે. કેટલાક ભાગોમાં પવન ગતિ 30 કિમી જેટલી રહશે,કેટલાક ભાગમાં 40-50 કિમી પવન ફૂંકાશે. આજથી રાજયમાં સારો વરસાદ પડશે. તેમજ કચ્છનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગ, પંચમહાલ, દાહોદ, વિરમગામ, ધોળકામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા સેવાઈ રહી છે.

ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે

રાજયમાં 20 થી 28 જૂનમાં ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે. તેમજ 17-20માં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે ભારે વરસાદ પડશે. તેમજ બંગાળમાં ઉપસાગર ડિપડિપ્રેશનમાં ચોમાસુ વિશાખાપટનમ થઈને મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં વરસાદ આવશે. ડાંગમાં અતિભારે વરસાદની શકયતા સેવાઈ રહી છે.

Back to top button