અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી; જૂલાઇમાં તો ઝલસા
- ગુજરાતમાં ચોમાસુ પુરે પુરુ સક્રિય થયું.
- 25 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી દેશ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ.
ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેને લઈને આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં વરસાદ મન મુકીને વરસસે, ત્યારે ગુજરાતના નાગરિકોને એલર્ટ કરતા આગામી સમયમાં તાપી અને નર્મદામાં પૂર આવે તેવી પણ આગાહી કરી છે. જ્યારે જુલાઈ અને ઓગસ્ટમાં તારીખો સાથે આગાહી કરીને મેઘરાજા ગુજરાત પર કહેર બનીને ત્રાટકશે તેવું પણ જણાવ્યું છે.
આ મહિનામાં કેવો રહેશે વરસાદ! શું કહ્યું અંબાલાલે જાણો
- ગુજરાતમાં આગામી 7થી 15 જૂલાઈ દરમિયાન સારો વરસાદ થશે.
- 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે.
- 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના, ત્યાર બાદ ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. પરંતુ ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. ફરી 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ત્યાર બાદ ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે.
ભારે વરસાદ આવશે તો સાવચેતી પણ એટલી જ જરુરી:
- ઉત્તર પૂર્વ ભારતની નદીઓમાં પૂરની શક્યતા.
- નર્મદા નદીમાં સામાન્ય પૂર આવવાની શક્યતા.
અંબાલાલ પટેલે વધુમાં વાત કરતાં કહ્યું કે, ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. 25 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી દેશ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર પૂર્વ ભારતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. નર્મદા નદીમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહેલી છે. તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ ઉભા થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો: કોની પડશે વિકેટ, કોને મળશે એન્ટ્રી; વાંચો મોદી કેબિનેટમાં ફેરબદલની સંભવિત તસવીર