અંબાલાલ પટેલની આકરી આગાહી, કહ્યું- “હવે માખીઓનો ત્રાસ વધશે, લોકો ત્રાહિમામ પોકારશે”
દરેક ઋતુમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આ નક્ષત્ર જોઈને પણ નિષ્ણાતો અનુમાન લગાવતા હોય છે કે, આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મઘા નક્ષત્રને લઈને આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રણાણે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાક માટે સારુ ગણાય છે આ સાથે મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી પણ ઉત્તમ ગણાય છે આ સાથે મઘા નક્ષત્રમાં માખીનો ઉપદ્રવ વધે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
જાણો ક્યા નક્ષત્રમાં શુ થાય છે ?
17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તેનું પાણી ખુબ જ ઉત્તમ ગણાય છે આ પાણીને ગંગાજળ સમાન ગણવામા આવે છે. આ સાથે કૃષિ પાક માટે આ પાણી ઉત્તમ ગણાય છે, અંબાલાલ પટેલે ક્યા નક્ષત્રમાં શુ થાય છે તેની માહિતી આપતા જણાવ્યુ હતુ કે,મઘા નક્ષત્રમાં પુષ્કર માખીઓનો ઉપદ્રવ વધશે. જ્યારે 31 ઓગસ્ટના પૂર્વ ફાલ્ગુણી નક્ષત્ર શરુ થશે. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે. તેમજ સુર્ય ઉતરા ફાલ્ગુનીમાં આવે છે. ત્યારે ઓત્રા ચીત્રાનો તાપ શરુ થાય છે અને માખી મચ્છરનો નાશ થાય છે.
અંબાલા પટેલની વરસાદને લઈને આગાહી
અંબાલાલના જણાવ્યા મુજબ મઘા નક્ષત્ર બેસવાથી મંગળની રાશિમાં પરિવર્તન આવશે છે. પરિણામે રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે. આ કારણે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : ઈસ્કોન અકસ્માતને એક માસ પૂર્ણ: આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો