કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

અંબાલાલ પટેલ કહ્યું, ‘હજી 3 દિવસ ગુજરાત માટે ભારે’, જાણો ક્યાં રહેશે વરસાદ

  • રાજ્યમાં સિઝનનો 65 ટકા વરસાદ થયો.
  • રાજ્યમાં 67 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો.
  • રાજ્યમાં હજી 3 દિવસ સુધી મેધમહેર યજાવત.

ગુજરાતમાં હાલ જોવા જઈએ તો સિઝનનો 65 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે હાલની સ્થિતિની જો વાત કરીએ તો સૌરાષ્ટમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો હવે મેઘરાજા રોકાઈ જાય તેની આશાએ બેઠા છે પરંતુ હજુ પણ સૌરાષ્ટમાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે, ત્યાર બાદ વરસાદ ઓછો થવાની શક્યતા છે.

દ્વારકામાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયેલું છે. આ સાથે જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આની સાથે આવતી કાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: સુરતમાં વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ બની, પાકિસ્તાનીઓએ કહ્યું, ‘ભારત આપણાથી 50 વર્ષ આગળ’

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યભરમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

અંબાલાલ પટેલ આગાહી-Humdekhengenews

વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હજી પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ : ભાઈ બન્યો કસાઈ ! બહેનની હત્યા કરી 800 મીટર સુધી કપાયેલું માથું લઇને ફરતો રહ્યો

આગામી 3 દિવસ એટલે કે 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

 આ પણ વાંચો: ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી સ્થિતિનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

Back to top button