- વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
- ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી છે. તેમાં જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે. તથા સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે.
વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી છે. તેમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના બાકીના ભાગોમાં વરસાદની શક્યતા છે. આઈએમડીએ એવુ પણ જણાવ્યું કે, નવેમ્બર મહિનામં દેશના અનેક ભાગોમાં વરસાદ આવશે. આ વરસાદથી સામાન્યથી ભારે વરસાદ રહેશે. વાતાવરણમાં આવતા આ ફેરફારથી ઠંડી રાતો હવે ગરમ થવાની શક્યતા છે. દેશના અનેક ભાગોમાં દિવસ અને રાતના સમયે તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે.
આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 8 થી 12 નવેમ્બરના દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 12 નવેમ્બર બાદ પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે. બંગાળાના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે 12 નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે 14થી 16 નવેમ્બરના ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની શક્યતા છે.