ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે કરી આગાહી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![heavy rainfall Gujarat-HDNEWS](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/08/heavy-rainfall-Gujarat.jpg)
- માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે
- પાંચ ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે
- વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત્
ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં હાલ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ છે, ત્યારે બપોરે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે.
પાંચ ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે
ઉલ્લેખનીય છે કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની શરુઆતમાં માવઠું પડવાની આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું પડવાની સંભાવના છે. 30-31 જાન્યુઆરી બાદ માવઠું પડી શકે છે. પાંચ ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે.
માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે
માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થશે અને ધીમે-ધીમે ઉનાળાનો અનુભવ થશે. 19 ફેબ્રુઆરીથી વાતાવરણમાં ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હવામાનમાં બદલાવના કારણે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે. તારીખ 30-31માં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ફેબ્રુઆરીની શરુઆતમાં બંગાળ ઉપસાગર પણ સક્રિય રહેશે.