ગુજરાતટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી, જાણો મેઘરાજા ફરી ક્યારે એન્ટ્રી કરશે

Text To Speech

જુલાઈમાં ધોધમાર વરસ્યા બાદ ઓગસ્ટમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલે જાન્યુઆરીની આસપાસ જે રીતે ચક્રવાતની આગાહી કરી દીધી હતી તે રીતે ફરી વરસાદી સિસ્ટમ અંગેની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થવાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમા વધુ એક વરસાદના રાઉન્ડની આગાહી કરતા જણાવ્યુંમ હતુ કે ‘હજુ વરસાદ ગયો નથી, તેઓએ જણાવ્યું કે 15થી 20 આશ્લેષા નક્ષત્રના અંતમા અને મઘા નક્ષત્રની શરુઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે . આ દરમિયાન સારો વ રસાદ વરસશે. આ દરમિયાન ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે, અંબાલાલે આ રાઉન્ડમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

વરસાદની આગાહી-humdekhengenews

આ પણ વાંચો : યુનિવર્સીટી બાદ રિવરફ્રન્ટ પાસેથી મળ્યા ગાંજાના છોડ,અધિકારીએ કહ્યું- “પક્ષીઓની ચરક પડતા આવી વનસ્પતિ(ગાંજો)ઉગી નીકળે”

આ તારીખથી 5 દિવસ ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે 9-10 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે અને . 12 ઓગસ્ટથી હવામાનમાં પડતું આવશે,.’બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનાવશે અને મઘ્ય પ્રદેશ સુધી વરસાદ વરસશે. આ વરસાદનું વહન 15-16-17-18-19 અને 20 ઓગસ્ટે ગુજરાતમાં થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

જાણો અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે રાજ્યમાંઅત્યાર સુધી સીઝનનો 79.92 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 70 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 63 ટકા અને ઉત્તર ગુજરાતમાં 66 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા કાઢશે, ગુજરાતથી થશે શરુ, જાણો વધુ

Back to top button