ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Text To Speech
  • ગરમીનો મહત્તમ આંક તા. 22 માર્ચ સુધીમાં જોવા મળશે
  • માર્ચ માસના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે
  • પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે

હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ 42 ડિગ્રી સુધી ગરમી પડશે. તેમજ માર્ચ માસના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે. તથા 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી પણ શક્યતાઓ જણાવી છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે થયો વિવાદ

માર્ચ માસના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે

માર્ચ માસના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે. તા. 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તો તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહે. આ અરસામાં દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે  હળવો વરસાદ રહેશે. હવે ધીરે ધીરે પ્રી-મોન્સૂન ગતિવિધિ વધશે.

ગરમીનો મહત્તમ આંક તા. 22 માર્ચ સુધીમાં જોવા મળશે

ગરમીનો મહત્તમ આંક તા. 22 માર્ચ સુધીમાં જોવા મળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. તા. 28 માર્ચ સુધીમાં બેથી ત્રણ પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે. પરંતુ હવે આવતા પશ્ચિમી વિક્ષેપો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને જ પ્રભાવિત કરી શકે, કારણ કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ગોળાર્ધ તરફ્ આવતો જશે. એટલે પશ્ચિમી વિક્ષેપની અસર કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવે તો જ અસર અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે ઊંચાઈના વાદળો ફરતા કરા સાથે વરસાદ પડી શકે છે. આ વખતે દેશના દક્ષિણ-પૂર્વ તટો ઉપર બંગાળના ઉપસાગરના ભેજના લીધે વાદળો બનશે અને દક્ષિણ પર્વતીય તટો પર પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જ્યારે તેની અસર મધ્ય પ્રદેશના ભાગો સુધી આવતા અને અરબ સાગરનો ભેજ મધ્ય પ્રદેશ સુધી જતા તા. 20 થી 26 અને હોળી બાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

Back to top button