ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
- રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત
- 10થી 12 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી
- નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં 10થી 12 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે. તેમજ 18થી 20 માર્ચે રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા
માર્ચના ત્રીજા રાઉન્ડમાં 18 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. આ સમયે ઠંડા પવનો ફુંકાવાની સાથે અંધારિયુ વાતાવરણ ઉભુ થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 18 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવશે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત
અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન છે. તથા ભાવનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.