ગુજરાતટોપ ન્યૂઝ

નલિયામાં કાતિલ ઠંડી સાથે તાપમાન 8 ડિગ્રી રહેતા અંબાલાલ પટેલે કરી આગાહી

Text To Speech
  • સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી રહ્યું
  • વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેમાં અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમજ નલિયામાં કાતિલ ઠંડી પડી રહી છે. જેમાં 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજકોટમાં 11 ડિગ્રી, ડિસામાં 12 ડિગ્રી સાથે કેશોદ અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન છે.

વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે

ગુજરાતમાં જલ્દી જ ગરમી આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આજે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે.

સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી રહ્યું

સુરેન્દ્રનગર અને ભુજમાં તાપમાન 14 ડિગ્રી સાથે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તરથી આવતા પવનોને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી ગઇ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર છેક ગુજરાત સુધી થઈ રહી છે. જેના કારણે હાલ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. પરંતુ આ માહોલ બહુ લાંબો સમય નહિ રહે. જલ્દી જ ગુજરાતમાં ગરમીના દિવસો આવી જશે. ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે ગરમીની આગાહી શરૂ થઈ ગઈ છે. મોસમ ધીરે ધીરે બદલાશે અને ગુજરાતમાં ગરમી અનુભવાશે.

Back to top button