- હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે
- ભુજ-નલિયામાં 7 ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે
- ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડશે
ગુજરાતમાં અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી કરી છે. જેમાં 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. તેમજ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તથા દિવસે ગરમી 35 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના સાથે રાતનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેશે.
હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે
અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બંને ચક્રવાતો સાથે થતા હોવાથી અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગર તરફ જતા કદાચ અરબ સાગરનું ચક્રવાત દક્ષિણ ભારતમાં વરસાદ કરી શકે છે. પરંતુ તેની ગતિવિધિ તા.20 પછી જ ખ્યાલ આવે. હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે જે લક્ષ્યદ્વીપના ભાગો તરફ આવ્યા પછી તેની ગતિવિધિનો ખ્યાલ આવી શકે છે. સમુદ્રનું તાપમાન અન્ય ઉદ્દભવતા પરિબળોની અસર શું થાય છે તેના પર આ સંભવિત ચક્રવાતની અસર રહે. કારણકે ચોમાસું ઓટાય છે એટલે તેના પવન દક્ષિણ તરફ હડસેલાય છે.
તા.7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગર પર ચક્રવાતની અસર જોવા મળશે
આ ગતિવિધિના કારણે આ બાબતની અસર પણ થઈ શકે. બંગાળના ઉપસાગરમાં આંધ્ર, ઓરિસ્સા થઈને મધ્ય પ્રદેશ તરફ ચક્રવાત આવે તે નીચલા સ્તરના પવનના કારણે પાછું ઠેલાઈ શકે છે. તા.7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગર પર ચક્રવાતની અસર જોવા મળશે અને તા.16 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગર ઉપર મજબૂત ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ અરસામાં દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહે. જેની અસર તળે ગુજરાતમાં વાદળવાયું આવી શકે. ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ડિસેમ્બર માસમાં પણ રહી શકે.
ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડશે
આ વખતે શિયાળા અંગે જોતા અલ નિનોની અસર જો થાય તો શરૂઆતનો શિયાળો હુંફાળો રહી શકે. પરંતુ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડી શકે અને જાન્યુઆરી માસ પણ ઠંડો રહી શકે. 5મી ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને આ ઠંડી લંબાય પણ શકે છે. 12 ફેબ્રુઆરી અને તે પછી પણ ઠંડી રહી શકે છે. ફેબ્રુઆરી માસમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં 8 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેશે. ભુજ-નલિયામાં 7 ડિગ્રી થવાની શક્યતા રહેશે.