ગુજરાત માટે અંબાલાલ પટેલે વરસાદ માટે કરી આગાહી, આ તારીખથી વિવિધ વિસ્તારોમાં થશે મેઘમહેર
- ઓગસ્ટ માસમાં દેશના મહદ ભાગોમાં ચોમાસમાં બ્રેક આવી
- તા.16મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા
- વિવિધ વિસ્તારમાં 26મીથી ફરી સારો વરસાદ પડશે
ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારમાં 26મીથી ફરી સારો વરસાદ પડવાની શક્યતા છે. જેમાં વાદળો છે પરંતુ ઉપલા લેવલમાં ભેજ ન હોવાથી વરસાદમાં બ્રેક લાગી છે. તેમાં 20મી બાદ ચોમાસાની ધરી નીચે આવવાથી વરસાદી વાતાવરણ સર્જાશે. તથા રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ ગતીના પવનો ફૂંકાઈ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
ઓગસ્ટ માસમાં દેશના મહદ ભાગોમાં ચોમાસમાં બ્રેક આવી
આ વખતે જુલાઈ માસમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાનો હતો પરંતુ ઓગસ્ટ માસમાં દેશના મહદ ભાગોમાં ચોમાસમાં બ્રેક આવી છે. કારણ કે, દેશના ઉત્તરીયભાગોમાં વરસાદની ધરી હિમાલયના ઉત્તરના ભાગોમાં છે અને ત્યાં સારો વરસાદ પડી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં વાદળો છે પરંતુ ભેજ ન હોવાથી વરસાદ થતો નથી. પરંતુ આગામી તા.26મીથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિદ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ.
તા.16મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા
તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યના પશ્ચિમ કાંઠે અને પશ્ચિમ ઘાટ તરફ તેજ ગતીના પવનો ફૂંકાઈ રહ્યાં છે અને તેમા સામાન્ય ભેજ હોવાથી થોડો ઘણા વરસાદી ઝાપટા પડે છે. તા.20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા રહેશે અને તા.16મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તા.17 ઓગસ્ટે મઘા નક્ષત્રમા સૂર્ય આવે છે અને અગત્શ્યનો ઉદય થાય છે. અગત્શ્યનો ઉદય વરસાદનો સિમાચિહન ગણી શકાય. આ ઉપરાંત ભૂમધ્ય મહાસાગર ઉપર દક્ષિણ ગોળાર્ધ તરફ બનતાં ચારેક વાવાઝોડા બનેલ છે, જે ઉત્તર પેશીફીક મહાસાગર તરફ તેનો ભેજ ખેંચાઈ જાય છે. આથી જે ટ્રેડ પવનો ભૂમધ્ય રેખા ઉપર થઈને હિંદ મહાસાગરના માર્ગે આફ્રિકાના ભાગો ઉપરથી વળાંક લઈને અરબિ સમુદ્ર તેમજ બંગાળના ઉપસાગરમાં સારો ભેજ લાવતાં નથી.