ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Text To Speech
  • રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા
  • 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ આવશે
  • 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 દિવસ સુધી ગરમીથી કોઇ પણ પ્રકારની રાહત મળશે નહી. જેમાં 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. તેમજ કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની શક્યતા છે. તેમજ રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે. કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત ATSની તપાસમાં થયો મોટો ખુલાસો, દેશમાં ISનું સ્લીપર સેલ એક્ટિવ!

26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ આવશે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચુ જવાની શક્યતા છે. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેમજ 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે. તેથી રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ આવવાની શકયતા છે.

રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા

26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે.રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. તેમજ 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે. 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા છે. રાજ્યમાં 26 મે સુધી આકરી ગરમી રહેશે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે.

Back to top button