- બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમથી ભારે વરસાદની સંભાવના
- બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતીભારે વરસાદ રહેશે
- ખેડા, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી
અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 23 કલાક અતિભારે વરસાદ વરસી શકે છે. તેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતીભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે ભારે મેઘ
ખેડા, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી
આણંદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, વડોદરા, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. તથા 11 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. તેમજ આગામી 20 જુલાઈ બાદ ફરી મેઘ તાંડવ જોવા મળશે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવે આગામી દિવસો અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં રાજ્યનો મોટાભાગનો વિસ્તાર આવી જશે.
આ પણ વાંચો: પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ખાનગી વાહન લઇ જનારા માટે ખાસ સમાચાર
નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે તેવી સંભાવના રહેલી છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે તેવી સંભાવના રહેલી છે. આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં ફરી એકવખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમા અંબાલાલે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં પણ બનાસકાંઠામાં હજુ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મહેસાણા, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ભારે વરસાદી સિસ્ટમથી અત્યંત ભારે વરસાદની સંભાવના
આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ભારે વરસાદી સિસ્ટમથી અત્યંત ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમજ જુલાઈ મહિનામાં 20 જુલાઈ બાદ ફરી મેઘ તાંડવ જોવા મળી શકે છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે.