ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં અંબાલાલ પટેલે ગરમી અને ઠંડીને લઈને આગાહી કરી

Text To Speech
  • નવેમ્બર મહિનાના અંતથી ઠંડીનું જોર વધતું જોવા મળશે
  • આગામી 1થી 7 નવેમ્બર સુધી વાદળછાયું વાતારણ જોવા મળશે
  • નવેમ્બરની પહેલા અઠવાડિયાથી શિયાળાની શરૂઆત થઇ શકે છે

ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતાં અમદાવાદ સહિતના જિલ્લામાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે. બીજી તરફ, અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી અને ઠંડીને લઈને આગાહી કરી છે.

આગામી 1થી 7 નવેમ્બર સુધી વાદળછાયું વાતારણ જોવા મળશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસર હોવાથી રાજ્યમાં દિવાળી દરમિયાન વાદળછાયું વાતારણ અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જોકે, દિવાળી સુધી ગરમી યથાવત જોવા મળે તેવી શક્યતા છે. હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવાય છે, ત્યારે આગામી 1થી 7 નવેમ્બર સુધી વાદળછાયું વાતારણ જોવા મળશે. જ્યારે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતાને લઈને 7-14 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિના સુધી માવઠાં થવાની શક્યતા છે. બીજી તરફ, નવેમ્બર મહિનાના અંતથી ઠંડીનું જોર વધતું જોવા મળશે.

નવેમ્બરની પહેલા અઠવાડિયાથી શિયાળાની શરૂઆત થઇ શકે છે

પરેશ ગોસ્વામીનું માનવું છે કે, વાતાવરણમાં પલટો આવવાની શક્યતાને ધ્યાને લઈને દિવાળી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ કેટલાક અંશે વરસાદ ન પણ થાય તેવી શક્યતા છે. આજે ક્યાંક વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે, નવેમ્બરની પહેલા અઠવાડિયાથી શિયાળાની શરૂઆત થઇ શકે છે.

Back to top button