ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અંબાલા: વૈષ્ણોદેવી જતી મિની બસ ટ્રક સાથે અથડાતાં મોટી દુર્ઘટના, 7ના મૃત્યુ-20થી વધુ ઘાયલ

Text To Speech
  • દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો 

અંબાલા(હરિયાણા), 24 મે: અંબાલામાં દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર આજે શુક્રવારની મધરાતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેની હાલ અંબાલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત એક મિની બસ અને ટ્રક સાથે અથડાવાને કારણે થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હાઇવે પર ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી જેના કારણે પાછળથી આવતી મિની બસ તેની સાથે અથડાઇ હતી.

 

બસ બુલંદશહેરથી જમ્મુ જઈ રહી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, UPના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મિની બસ દ્વારા જઈ રહ્યા હતા. અન્ય લોકો કે જેઓ આ અકસ્માતમાંથી બચી ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની મિની બસની આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે મિની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 7 લોકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં ઘાયલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઘણા ઘાયલોની હાલત હજુ ગંભીર

અંબાલાના પડાવ પોલીસ સ્ટેશનના SHO દિલીપે જણાવ્યું કે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘણાની હાલત અત્યંત નાજુક છે. જેમની હાલત વધુ ગંભીર છે તેમને નજીકની મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે કેટલાક ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ જુઓ: સ્પેનમાં રેસ્ટોરન્ટની છત ધરાશાયી થતાં 4નાં મૃત્યુ; 20 લોકો થયા ઘાયલ

Back to top button