અંબાજીમા ચિક્કીનો પ્રસાદ ખૂટતા હોબાળો, દાતાઓએ મોહનથાળના પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ કર્યું
અંબાજીમાં આવેલા મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક જ બંધ કરી દેવાનો નિર્ણય કરતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે. અને ભક્તો દ્વારા આ મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચવામાં આવી રહ્યો છે.
મંદિરમાં ચિક્કીનો પ્રસાદ ખૂટતા ભક્તોનો હોબાળો
યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દાતાઓએ આગળ આવીને મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વિતરણ કરવાનું શરુ કરી દીધુ છે. બીજી તરફ આજે ધૂળેટીના પર્વને લઈને આજે મા અંબાના દર્શન કરવા માટે હજારો ભક્તો મંદિરમાં ઉમટ્યા હતા. અને મંદિરમાં ચિક્કીનો પ્રસાદ ખૂટી જતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો.
દાતાઓએ ભક્તોને મોહનથાળના પ્રસાદનું નિતરણ કર્યું
આજે અંબાજી મંદિરમાં વિવિધ દાતાઓએ 200 કિલો મોહનથાળ બવનાવીને બપોરે માતાજીને રાજભોગમાં આ પ્રસાદ ધરાવ્યા બાદ આજે મંદિરમાં માતાજીના દર્શને આવેલા તમામ ભક્તોને વિના મુલ્યે મોહનથાળનો પ્રસાદ આપ્યો હતો.
10 દિવસ સુધી રોજ 200 કિલો મોહનથાળ બનશે
દાતાઓ દ્વારા અંબાજી મંદિરમાં ભક્તોને નિશુક્લ મોહનથાળનો પ્રસાદ વહેચવાનો નિર્ણય કરવામા્ં આવ્યો છે. અંબાજી મંદિરમાં વિવિધ ભક્તો દ્વારા 10 દિવસ સુધી રોજ 200 કિલો મોહનથાળનો પ્રસાદ ભક્તોને નિશુલ્ક આપવામાં આવશે.
આ પણ વાંચો : મંદિરા બેદી હોળી રમવા પર થઈ બરાબરની ટ્રોલ, લોકોએ કહ્યું….