ઉત્તર ગુજરાતગુજરાત
અંબાજી : રાજ્યના મુખ્ય સચિવે દર્શનાર્થીઓની વ્યવસ્થાઓનું કર્યું નિરિક્ષણ
પાલનપુર : રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે અંબાજી ખાતે મેળામાં દર્શનાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્ય સચિવ ઉચ્ચ અધિકારીઓ સાથે યાત્રિકો માટે બનાવવામાં આવેલ આરામના આશ્રય સ્થાનો, મેળાની પાર્કિંગ વ્યવસ્થા તથા આ વર્ષે મેળામાં પ્રથમ વખત ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત કરવામાં આવી છે. તેની જાત મુલાકાત લઇ આ વ્યવસ્થાઓ અંગે લોકોને માહિતગાર કરી તેનો વધુમાં વધુ દર્શનાર્થીઓ લાભ લેવા જણાવ્યું હતું.