ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી : ભારતના સૌથી મોટા પદયાત્રી મેળામાં વહીવટીતંત્રની ટીમો ખડેપગે તૈનાત રહેશે

Text To Speech

પાલનપુર: શ્રદ્ધા આસ્થા અને ભક્તિના મહાપૂર જ્યાં ઉમટે છે. એવા શક્તિપીઠ અંબાજીમાં ભરાતા ભારતના સૌથી મોટા પદયાત્રી મેળા ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે દર્શન, વિસામો, ભોજન,પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સાથે મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ કે અવ્યવસ્થા ઉભી ન થાય એ માટે સુંદર અને સચોટ આયોજન ગોઠવી આ મેળાને યાદગાર બનાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.

મેળામાં ઊમટતા માનવમહેરામણને ધ્યાનમાં રાખી આરતી અને દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમજ તમામ દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરી શકે એવી સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળો-2022 તા.5 સપ્ટે.’22 થી તા.10 સપ્ટે.’22 સુધીના સમયગાળામાં યોજાનાર છે. આ મેળો ભારતનો સૌથી મોટો પદયાત્રિ મેળા તરીકે ઓળખાતો હોઈ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવી પુનમ મહામેળો-20222 ના સુચારૂ આયોજન અને વ્યવસ્થાઓ માટે જિલ્લાકક્ષાના અધિકારીઓની 29 જેટલી વિવિધ સમિતિઓ બનાવીને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે. યાત્રિકોની ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.

પદયાત્રી
ભારતના સૌથી મોટા પદયાત્રી મેળો

જાણો દર્શનનો સમય

  • સવારે 5.00 થી 5.30 આરતી
  • દર્શન – 5.30 થી 11.30
  • દર્શન બપોરે – 12.30 થી 5.30
  • આરતી સાંજે – 7.00 થી 7.30
  • દર્શન સાંજે 7.30 થી રાત્રે 12.00 કલાક સુધી

યાત્રિકો માટે અહીંયા કરાઈ ભોજન વ્યસ્થા

આટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે ત્યારે તેમના જમવા અને રહેવાની સગવડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામ દર્શનાર્થીઓ માં અંબા ના પ્રસાદ રૂપે ભોજન લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તૈનાત
વહીવટીતંત્રની ટિમો ખડેપગે તૈનાત રહેશે

ટ્રસ્ટ તરફથી ભોજન વ્યવસ્થા

  • અંબિકા ભોજનાલય
  • ગબ્બર તળેટી
  • દિવાળીબા ગુરૂભવન
  • પ્રસાદના 7 વધારાના કેન્દ્રો ચાચર ચોક ખાતે
  • ગેટ નં.7ની બહાર અને શકિતદ્વારની સામે પણ પ્રસાદ કેન્દ્રો

યાત્રિકોના સ્વાસ્થ્યની પણ દરકાર લેવાશે

આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં 36 હંગામી આરોગ્ય કેન્દ્ર, 15-108 સહિતની એમ્બ્યુલન્સ સેવા, 222- જેટલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય વિષયક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

યાત્રિકો
યાત્રિકોના સ્વાસ્થ્યની પણ દરકાર લેવાશે

મેળામાં ૧૫ વિસામા શેડ

યાત્રિકોના વિસામા માટે વિવિધ સ્થળે વિશ્રામ માટેની હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે અંતર્ગત કાયમી યાત્રિક શેડમાં 15 જગ્યાએ વિસામા સ્થળ, મેળા દરમ્યાન હંગામી વિશ્રામ સ્થળો, અંબાજી મંદિર સંકુલ, આવાસગૃહો, ગબ્બર એમ તમામ જગ્યાએ અદ્યતન રોશની, 13 જગ્યાએ ઈનવરટર, 29 જગ્યાએ સોલાર સ્ટ્રીટ, 14 જગ્યાએ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવશે.

મેળામાં આ સુવિધાઓ પણ કરાઈ

  • મેળો નિહાળવા 14 જગ્યાએ વોચ ટાવર
  • અંબાજીમાં 12 જગ્યાએ એલઈડી સ્ક્રીન ધ્વારા જીવંત પ્રસારણ
  • અંબાજી ગામમાં કાયમી ટોઈલેટ બ્લોક
  • બાથરૂમ-7
  • જાજરૂ-139
  •  યુરીનલ-9
  • લોકર્સ – 208
  • અંબાજીમાં 144 હંગામી
  • સીસીટીવી કેમેરા
  •  મંદિર સંકુલ-112 કાયમી
  • 46 વિશ્વાસ પ્રોજેકટના
  • કુલ – 302 સીસીટીવી કેમેરા
  • ડ્રોન સર્વેલન્સ દ્વારા મોનીટરીંગની સિસ્ટમ
  • અંબાજી થી દાંતા, અંબાજી થી હડાદ માર્ગ ઉપર 20 જેટલા હંગામી પાર્કિંગ પ્લોટોમાં લાઈટ
  •  સી.સી.ટી.વી.
  • વોચ ટાવર
  • ટોયલેટ
  • પબ્લીક એડ્રસ સિસ્ટમ
  • હંગામી પાર્કિંગ પ્લોટોમાં 172 યુનિટ ટોયલેટ બ્લોક
  • જીએસઆરટીસી દ્વારા મેળા
  • દરમ્યાન 1100 બસ માટે 10 હંગામી બુથો
  • પોલીસ બંદોબસ્તમાં કુલ-6800 થી વધારે સુરક્ષાકર્મીઓ
Back to top button