અંબાજી રોપવે આગામી 5 દિવસ માટે આ કારણોથી રહેશે બંધ, જોકે મંદિર ચાલુ રહેશે
ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેનું રોપવે આગામી પાંચ દિવસ માટે બંધ રહેશે. પોષ પૂનમના અંબાજીના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એકત્ર થયા હતા. હાલમાં રોપવે બંધ રહેશે પણ ગબ્બરના તમામ દર્શન રાબેતા મુજબ જ ચાલુ રહેશે. જો કે એ પણ નોંધનીય છે કે, વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે દર્શનાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખતા રોપ વેની મરામત હાથ ધરવામાં આવતી હોય છે.
અગાઉ ભારે પવનના કારણે અંબાજી રોપ-વે બંધ કરવામાં આવ્યો હતો. પણ આગામી દિવસોમાં રોપ વે સેવા પાંચ દિવસ માટે બંધ છે, પરંતુ પગપાળા જઈને દર્શનાર્થીઓ ગબ્બર દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કરી શકશે. નોંધનીય છે કે ગબ્બર ઉપર જવાના 999 પગથિયા છે જ્યારે ઉતરવા માટેના 765 પગથિયાં છે. આ તમામ દિવસો દરમિયાન ગબ્બર તેમજ અખંડ જ્યોત ના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ
થોડા દિવસ અગાઉ પોષી પૂનમનો ઉત્સવ અંબાજી માતાજીનો પ્રાગ્ટયોત્સવ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિર તેમજ ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. રાજ્યના અંબાજી સહિતના મોટા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અંબાજીમાં મા અંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
જૂનાગઢમાં રોપ વે સેવા ફરીથી શરૂ
ભારે પવનને કારણે છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢમાં રોપ વે સેવા બંધ હતી જે ફરીથી શરૂ કી દેવામાં આવી છે. પનની ગતિ વધારે હોવાથી રોપ વે સેવા બંધ કરવામાં આવી હતી. જોકે હવે ફરીથી રોપ વે સેવા શરૂ થઈ જતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.