સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રખ્યાત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે કેટલાક લોકો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને વિરોધ પ્રદર્શન પણ કરવામા આવી રહ્યું છે. અને સાથે જ આ નિર્ણયને પાછો લેવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે.
અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાનો નિર્ણય
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં લ્લાં 50 વર્ષથી મોહનથાળનો જ પ્રસાદ આપવામા આવતો હતો. અંબાજી મંદિરનો આ પ્રસાદ આ મંદિરની ઓળખ છે. તેની સાથે અનેક ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે અંબાજી ગામમા આવેલ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરવમાં આવ્યો છે. અંબાજી મંદિરનો પ્રસાદ તે તેની ઓળખ છે. અને તેની ઓળખ બદલાવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટના આ નિર્ણયથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. જેના કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
હિન્દુ હિત રક્ષા સમિતિએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવાને બદલે ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી ગામમા આવેલ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટે તેમણે વિરોધ પ્રદર્શન કરીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. અને હિન્દુ હિત રક્ષા સમિતિએ 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરી છે. અને જો પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
પ્રસાદ બનાવતા કારીગરો બેરોજગાર બનશે
મંદિરના ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરા બંધ કરીને ચીકીના પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે પણ વિચારવિમર્શ ચાલી રહ્યો છે. ત્યારે ટ્રસ્ટના આ નિર્ણયથી મોહનથાળનો પ્રસાદ બનાવતા કારીગરો પણ બેરોજગાર બની જશે અને આવકનું સાધન છીનવાઈ જશે. તેમજ દરેક યાત્રાધામના પ્રસાદની વર્ષોથી એક આગવી ઓળખ રહી છે. જેથી તેને બદલવાનો નિર્ણય ભક્તોની લાગણીને દૂભાય તેવો હોવાથી લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર ટૂંક સમયમાં પાછો ખેંચે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : શાહરૂખની ‘પઠાણ’ ‘બાહુબલી 2’ને પછાડી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની