અંબાજી : પ્રથમ દિવસે 55 હજાર શ્રધ્ધાળુઓએ કરી પરિક્રમા
પાલનપુર : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે સાંજે 4:00 વાગ્યા સુધી 55,000 જેટલા શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી અને પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહભેર પરિક્રમા પથ પર મોટી સંખ્યામાં અલગ અલગ શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંસ્થાઓએ સેવા કેમ્પ કર્યા છે. જેમાં જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા જેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં બૂંદી – ગાંઠિયા નો પ્રસાદ શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પીરસવામાં આવી રહ્યો છે.
જ્યારે સાંજે 7:30 કલાકે ગબ્બર ખાતે માં અંબા ની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હાથમાં દીવડા લઈને માતાજીની ભાવ પૂર્વક આરતી કરી હતી. ભાવિકો એ સામુહિક આરતી કરી હતી ત્યારે અલૌકિક દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો : પાલનપુર : શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં પ્રારંભ