અંબાજી : જલીયાણ સેવા કેમ્પમાં યાત્રિકો માટે પાકું ભોજન અને રહેવાની વ્યવસ્થા
પાલનપુર : અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને પાલનપુર, ડીસા, અમદાવાદ, મહેસાણા અને સાબરકાંઠા તરફથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલતા મા અંબાના દર્શને આવે છે. ત્યારે માઈ ભક્તોની સેવામાં આ માર્ગો ઉપર સેવા કેમ્પના આયોજક દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડીસા, પાલનપુર, અને અંબાજી વચ્ચેના માર્ગો પર મોટાભાગે સેવા કેમ્પો ધમધમતા હોય છે. આ વર્ષે પણ રતનપુર ચાર રસ્તા પાસે છેલ્લા 15 વર્ષથી જ જલીયાણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં ભોજન પ્રસાદ માટે ડોમ તેમજ તેની બાજુમાં આરામ માટે નો ડોમ બનાવવામાં આવ્યો છે. પદયાત્રા થકી ચાલતા આવતા પદયાત્રિકો માટે અહીંયા વિશેષ સગવડ કરવામાં આવી છે. ત્યારે ભોજનમાં સવારે રોટલી, શાક, દાળ-ભાત, બુંદી-ગાંઠિયા તેમજ સાંજે પુરી-શાક, ખીચડી, કઢી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ માઈ ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે.
અંબાજી જલીયાણ સેવા કેમ્પમાં યાત્રિકો માટે પાકું ભોજન
સેવા કેમ્પમાં અંબાજીમાંની જય બોલાવી#Ambaji #ambajitemple #Palanpur #banaskhantha #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/EAfzZCy5w4— Hum Dekhenge News (@humdekhengenews) September 5, 2022
જ્યારે કેમ્પમાં જ મિનરલ પાણીનો પ્લાન્ટ લગાવી શુદ્ધ પાણી અને છાશની સગવડ ઉભી કરવામાં આવી છે. સોમવારે સવારે મેળાના પ્રથમ દિવસે આ સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે.
છેલ્લા 15 વર્ષથી અહીંયા સેવા કેમ્પ યોજાય છે. સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં માઈભક્તોને મનોરંજન મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતી સીરીયલના કલાકારો પણ આવતા હોય છે. આ કેમ્પના આયોજક હિતેશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, રવિભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડે પગે માઇ ભક્તોની સેવામાં લાગેલા છે.