એમેઝોન, ફ્લિપકાર્ટ પર BISના દરોડા, ભારતીય ગુણવત્તા નિયંત્રણ નિયમ તોડ્યા


નવી દિલ્હી, 21 માર્ચઃ એમેઝોન, ફ્લિપકાર્ટ પર BISના દરોડા પાડ્યા છે જેમાં રિટેલ માંધાતા કંપની એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટએ જરૂરી સર્ટીફિકેટ્સ વિનાની પ્રોડક્ટ્સનો સંગ્રહ કરીને ભારતીય ગુણવત્તા નિયંત્રણ નિયમો તોડ્યા છે. બન્ને કંપનીઓ દ્વારા ગઇકાલે બ્યૂરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડઝ દ્વારા ગુરગાંવ, લખનૌ, દિલ્હી અને તામિલનાડૂના થિરુવલ્લુર જિલ્લામાં પાડવામાં આવેલા દરોડમાં કંપનીઓએ BIS સ્ટાન્ડર્ડ ચિહ્ન ન ધરાવતી પ્રોડક્ટ્સનો સંગ્રહ, વેચાણ કર્યુ હોવાનું બહાર આવ્યુ છે.
આ બાબતે પ્રતિક્રિયા આપતા એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે કંપની હાલમાં રેગ્યુલેટર્સ સહિત વિવિધ હિસ્સાધારકો સાથે વાત કરી રહી છે ત્યારે ફ્લિપકાર્ટે કહ્યુ કે તમામ કાયદાઓનું અનુપાલન કરવા માટે તે વિક્રેતાઓ સાથે વાટાઘાટ કરી રહી છે. એટલું જ જે તે પ્રોડક્ટને બજારમાં વેચવા મુકવા માટે વિક્રેતાઓનું લિસ્ટીંગ કરવા માટે વિવિધ પ્રક્રિયા ધરાવે છે અને નિયમોનું પાલન થાય તે માટે નિયમિત ધોરણે ઓડીટ પણ હાથ ધરે છે.
BIS દ્વારા તેણે ગુરગાંવ, લખનૌ અને દિલ્હીમાં એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર દરોડા પાડીને ઈલેક્ટ્રિક વોટર હીટર, રમકડાં, બ્લેન્ડર, બોટલ અને સ્પીકર્સ સહિત 7,000 થી વધુ નબળી વસ્તુઓ જપ્ત કરી હતી. જ્યારે થિરુવલ્લુર બન્ને ઇ-કોમર્સ કંપનીઓમાંથી 3,600 જેટલી અપ્રમાણિત પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી.
એ જ રીતે, ગુરુગ્રામમાં Instacart Services Pvt Ltd દ્વારા સંચાલિત ફ્લિપકાર્ટ વેરહાઉસ પર દરોડામાં 534 અપ્રમાણિત સ્ટેનલેસ સ્ટીલ વેક્યુમ-ઇન્સ્યુલેટેડ બોટલ, 134 રમકડાં અને 41 સ્પીકર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જપ્ત કરાયેલી બિનપ્રમાણિત વસ્તુઓમાં DigiSmart, Activa, Inalsa, Cello Swift અને Butterfly જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ સાબરકાંઠાના IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની ટીમ ત્રાટકી, નાણાકીય હેરફેરની શંકાએ તપાસ