બેવરલી હિલ્સ પોલો ક્લબના ટ્રેડમાર્કના ઉલ્લંઘન સામે એમેઝોનને 39 મિલીયન ડોલરનો દંડ


અમદાવાદ, 27 ફેબ્રુઆરી, 2025: એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર વેચાઇ રહેલા આઇડેન્ટીકલ બ્રાન્ડીંગ સાથે ગારમેન્ટની પાછળ બેવરલી હિલ્સ પોલો ક્લબના ટ્રેડમાર્કના ઉલ્લંઘન માટે થયેલા નુકસાન સામે કોર્ટે એમેઝોનને 39 મિલીયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો છે. ટ્રેડમાર્ક કેસમાં અમેરિકન કંપની સામે જે રીતે નુકસાનની રકમ નક્કી કરવામાં આવી છે તેને વકીલો આ ચૂકાદાને સીમાચિહ્ન ચૂકાદો ગણી રહ્યા છે.
આ કેસ 2020માં બેવરલી હિલ્સ પોલો ક્લબ (BHPC)હોર્સ ટ્રેડમાર્કની માલિક લાઇફસ્ટાઇલ ઇક્વિટીઝ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમા એમેઝોન ઇન્ડિયા શોપીંગ વેબસાઇટ પર અલગ કિંમતે સમાન લોગો સાથે એપરલનું લિસ્ટીંગ કર્યુ હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. ઉલ્લંઘન કરતી બ્રાન્ડ એમેઝોન ટેકનોલોજીસની માલિકીની હતી અને તેનુ વેચાણ એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર કરવામાં આવી રહ્યુ હોવાનુ કોર્ટે જણાવ્યુ હતું. જોકે એમેઝોન કંઇ પણ ખોટુ કર્યુ હોવાનું નકારતા તેના પ્રવક્તાએ કોઇ પણ ટિપ્પણી આપવાનો ઇનકાર કર્યો હતો.
જે લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને ઓળખી કાઢવો મુશ્કેલ હતો એમ દિલ્હી હાઇ કોર્ટે તેના આદેશમાં નોંધ્યુ હતું, એટલુ જ નહી આદેશમાં બે ચિહ્નો દર્શાવતા ટી શર્ટ્સના ફોટોગ્રાફ્સ પણ મુકવામાં આવ્યા હતા. કોર્ટે વધુમાં ઠરાવ્યુ હતુ કે એમેઝોન ફરિયાદીના એક્સક્લુસિવ અધિકારોથી પરિચિત હતી, તેમજ એમેઝોન પર આ બાબતે યુકેમાં પણ આક્ષેપો થયા છે.
વકીલોએ જણાવ્યું હતુ કે ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ મહત્તમ દંડ થવાની શક્યતા હતી, પરંતુ અમેરિકન કોર્ટ દ્વારા ભારતીય ચૂકાદાને કેવી રીતે લેવામાં આવે છે તે જોવાનું રહેશે. નોંધનીય છે કે એમેઝોને 2019માં પણ લાઇફસ્ટાઇલ ઇક્વિટીઝ દ્વારા લંડનમાં પણ સમાન પ્રકારના આક્ષેપોનો સામનો કર્યો હતો. પાછલા વર્ષે એમેઝોને પોતાની અમેરિકાની વેબસાઇટ પર બ્રિટીશ ઉપભોક્તાઓને ટાર્ગેટ કરતા યુકેના ટ્રેડમાર્કના ઉલ્લંઘન સામેની ફરિયાદ હારી ગઇ હતી.
આ પણ વાંચોઃ ટૂંક સમયમાં જ WhatsApp પર આવશે UPI Lite પેમેંટ ફિચર; યુઝર્સને આનો ફાયદો થશે