Amazon કંપની તેના હજારો કર્મચારીઓને આપી શકે છે મોટો ઝટકો, ફરી એકવાર છટણીનો ડર
છેલ્લાં કેટલાંક સમયમાં એક બાદ એક દુનિયાની દિગ્ગજ કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. ત્યારે Amazon કંપની હવે તેના કર્મચારીઓની છટકણી કરવાની તૈયારીઓ કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. એમેઝોન એક ઝાટકે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરી શકે છે.
એક ઝાટકે 17 હજાર કર્મચારીઓની છટણી
Amazon કંપનીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં કંપની એક ઝાટકે 17 હજાર કર્મચારીને ઘરભેગા કરવાની તૈયારીઓ કરી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર એમેઝોનમાં ગયા વર્ષના નવેમ્બરથી છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને નવેમ્બર મહિનામાં જ કંપની 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી હતી, અને હવે તે વધું 7 હજાર કર્મચારીઓને બહાર કાઢવાની તૈયારીઓ કરી રહી છે.
કંપનીએ સત્તાવાર જવાબ આપ્યો નથી
Amazon કંપનીમાં આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટકણીને લઈને ચર્ચાઓ ચાલી રહી ચે. ત્યારે Amazon કંપની દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. પરંતું છેલ્લા કેટલાક સમયથી અહેવાલો મળી રહ્યા છે કે કંપની તેના કેટલાક કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. થોડા સમય પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એમેઝોન કંપની 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.
Amazon કંપનીને થઈ રહી છે નુકશાની
મહત્વનું છે કે છેલ્લા કેટલાક ઈ-કોમર્સ કંપની Amazonને નુકશાન થઈ રહ્યું છે અને આર્થીક તંગીને કારણે કંપની તેના કર્મચારીઓમાં ઘટાડો કરી રહી છે. ત્યારે એમેઝોન કંપનીની ઝડપી વૃદ્ધિમાં ઘટાડો થવાને કારણે હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.
એમેઝોન કંપનીના શેયર ઘટ્યા
એમેઝોનમાં કર્મચારીઓની છટણીની જાહેરાત બાદ કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો થયો છે. કંપનીએ તેના લગભગ 40 ટકા શેર ગુમાવ્યા છે. કંપનીનો શેર 2.4 ટકાના ઘટાડા સાથે $98.38 પર ટ્રેડ થયો હતો.
આ પણ વાંચો : ફ્લાવર શો અને અટલ બ્રિજથી AMCને પાંચ દિવસમાં આટલા લાખની થઈ આવક, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં