નવાઈની વાત: વિશ્વનો એક માત્ર એવો પહાડ જ્યાં આવેલા છે 900 મંદિર
વિશ્વમાં પહાડોતો અનેક જગ્યાએ આવેલા છે. અને તેમની દરેકની કંઈકને કંઈક વિશેષતાઓ રહેલી હોય છે. અમુક પહાડોની વિશેષતાઓ એટલે ખાસ હોય છે કે લોકો તેમના વેકેસનનો સમય નીકાળવા ત્યાં ફરવા આવતા હોય છે. જેમ કે આપણ ગુજરાતીઓ પણ ઘણી વાર માઉન્ટ આબુ ફરવા માટે જતા હોય છે. એમ દરેક ક્યાંક ને ક્યાંક જતા હોય છે. ઘણાં પહાડોની ઝરણાં, નીર વગેરે ખાસીયતથી લોકો ફરવા જતાં હોય છે. તેજ રીતે વિશ્વનો એક માત્ર એવો પહાડ છે જ્યાં 900 મંદિરો આવેલા છે.
એક જ પર્વત પર 900 મંદિર:
- એક જ પર્વત પર 900 જેટલા મંદિર આવેલો પહાડ આપણાં ભારતમાં જ આવેલો છે. 900 જેટલા મંદિરો ધરાવતો પર્વત લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલો છે.
900 મંદિર ધરાવતો આ પર્વત આપણાં ગુજરાતમાં જ આવેલો છે:
આ પર્વતનું નામ છે શેત્રુંજય પર્વત અને આ ગુજરાતના પાલિતાણાના શેત્રુંજય નદીના કિનારે આવેલો છે. અહી લગભગ 900 મંદિર આવેલા છે. આટલા બધા મંદિર હોવાના કારણે તે લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શન કરવા માટે આવે છે. આ પર્વત ભારતના ગુજરાતમાં આવેલો છે. આ પર્વત પર લગભગ 3000 પગથિયાં આવેલાં છે, જે અનેક શ્રદ્ધાળુંઓ તે પગથીયાં ચડીને દર્શને જાય છે. આ ભાવનગર જીલ્લાની બહાર અને ભાવનગર શહેરથી લગભગ 50 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલો છે.
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિરનો મહત્વનો નિર્ણય: ટૂંકા વસ્ત્રો પર મૂકાયો પ્રતિબંધ