ટ્રેન્ડિંગધર્મ

જયા એકાદશી પર અદ્ભૂત સંયોગ, આ પાંચ રાશિઓનું વધશે સુખ-સૌભાગ્ય

  • 20 ફેબ્રુઆરી અને જયા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ, પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ સંયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે.

અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃ હિંદુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ વિષ્ણુજીની પૂજા અને ઉપાસનાનું ખૂબ મહત્ત્વ છે. મહા મહિનાની એકાદશીનું પણ અલગ મહત્ત્વ છે. આ દિવસને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી સુખ-સૌભાગ્યમાં વધારો થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે અનેક શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે. 20 ફેબ્રુઆરી અને મંગળવારના રોજ જયા એકાદશીનું વ્રત કરવામાં આવશે.

થશે શુભ સંયોગનું નિર્માણ

20 ફેબ્રુઆરી અને જયા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ, પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત અનેક શુભ સંયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. તેના કારણે મેષ સહિત અનેક રાશિઓને જબરજસ્ત લાભ થશે. જયા એકાદશી પર ત્રિપુષ્કર યોગ બપોરે 12:13 થી શરૂ થશે અને બીજા દિવસે સવારે 06:38 સુધી ચાલશે. રવિ યોગ સવારે 06:39 થી બપોરે 12:13 સુધી રહેશે, પ્રીતિ યોગ સવારે 11:46 સુધી રહેશે, ત્યારબાદ આયુષ્માન યોગ બનશે. આ દિવસે આર્દ્રા નક્ષત્ર બપોરે 12:13 સુધી રહેશે, ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર રચાશે.

જયા એકાદશી પર અદ્ભૂત સંયોગ, આ પાંચ રાશિઓનું વધશે સુખ-સૌભાગ્ય hum dekhenge news

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મેષ રાશિ

આ રાશિના જાતકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે, નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપતિથી ધનલાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. હેલ્થ સુધરશે. પ્રેમ સંબંધોમાં મીઠાસ વધશે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકો કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મેળવી શકશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરશે. જોબમાં પ્રમોશનના યોગ છે. આવકના સ્ત્રોત વધી શકે છે. કોઈ પણ રીતે ધન લાભ થશે.

સિંહ રાશિ

આ રાશિના જાતકોમાં દોસ્તોની મદદથી કાર્યોમાં આવતી બાધા દૂર થશે. વેપારમાં વધારો થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. કરિયરમાં અપાર સફળતા મળશે અને પારિવારિક જીવનમાં ખુશહાલીનો માહોલ હશે.

તુલા રાશિ

પરિવારના લોકો સાથે ધાર્મિક સ્થળો પર ફરવા જઈ શકશો. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ આવશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધન રાશિ

નોકરિયાત લોકો માટે શુભ સમય છે. અગાઉ રોકેલા નાણાથી સારું રિટર્ન મળશે. આવકમાં વધારાની નવી તકો મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સારો સહયોગ મળશે. વેપારીઓ માટે સારો સમય છે.

આ પણ વાંચોઃ 16 દિવસ પછી થશે બુધનો ઉદય, આ રાશિના જાતકોના માન-સન્માનની સાથે ધન-સંપત્તિમાં પણ વધારો થશે

Back to top button