સ્વતંત્રતા દિવસ પર અદ્ભૂત સંયોગ: દેશ અને અર્થવ્યવસ્થા પર કેવો રહેશે પ્રભાવ?
- પ્રથમ સ્વતંત્રતા દિવસ પણ અધિક શ્રાવણમાં જ હતો
- શુક્રનું આ પ્રકારનું સંક્રમણ આઝાદી પછી 1966, 1985 અને 2004માં થયું છે
- ભારતીય રાજકારણની દૃષ્ટિએ આ વર્ષ ઉથલપાથલથી ભરેલું રહ્યું છે
આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ શ્રાવણના અધિક મહિનામાં હતો અને આ વર્ષે સ્વતંત્રતા દિવસ પણ અધિક શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવશે. આ એક અદ્ભુત સંયોગ છે. આવી સ્થિતિમાં 7 ઓગસ્ટના રોજ શુક્ર ગ્રહે વક્રી થઈને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક રાશિમાં શુક્રનું આ ગોચર ભારતની કુંડળીના ત્રીજા ભાવમાં લગ્નેશ શુક્રની સાથે સાથે સૂર્ય, શનિ, ચંદ્ર અને બુધની ઉપરથી થશે. શુક્રનું આ પ્રકારનું સંક્રમણ આઝાદી પછી 1966, 1985 અને 2004માં થયું છે.
ભારતીય રાજકારણની દૃષ્ટિએ આ વર્ષ ઉથલપાથલથી ભરેલું રહ્યું છે. હાલમાં એક તરફ દેશમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે તો બીજી તરફ પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં લોકો ગરમીથી ત્રસ્ત છે અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. શુક્રનું અગ્નિ તત્વ રાશિથી નીકળીને જળ તત્વ રાશિમાં પ્રવેશ કરવાથી હવામાન, રાજકીય તાપમાન અને બદલાતા પરિદ્રશ્યમાં વિશ્વ પર ભારતના પ્રભાવને લઇને મોટો સંકેત આપી રહ્યા છે.
જો કે શુક્રનો પ્રવેશ જળ તત્વ રાશિમાં થઇ રહ્યો છે, પરંતુ બુધ ગ્રહથી તેનુ વધી રહેલુ અંતર અને મંગળ ગ્રહનો સૌથી આગળ હોવુ, મોનસુનની ગતિ પર બ્રેક લગાવનાર સાબિત થશે. આગામી દિવસોમાં ભારે વરસાદ હોવા છતાં ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. મધ્યમ અને નીચલા વર્ગના લોકોમાં ભય અને મૂંઝવણની સ્થિતિ રહેશે. સાત ગ્રહોનો સંબંધ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અગ્નિ નાડી સાથે જોડાયેલો છે, તેથી અમુક સ્થળોને બાદ કરતાં લગભગ તમામ સ્થળોએ વરસાદ છતાં પણ ગરમીથી છુટકારો મેળવવો મુશ્કેલ બનશે.
રાજનીતિ પર શુક્ર ગોચરની અસર
2024માં લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષે ભારતના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. કોઇ પણ ઘટના રાતોરાત બનતી નથી. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શુક્રનો આ સંચાર આ રાજ્યોમાં આશાને વિપરીત પરિણામો મળવાની સ્થિતિ સર્જી રહ્યો છે.
લોકોન વચ્ચે વધતો જતો અસંતોષ અને ભય, પાકનું નુકસાન, નાણાંનું નુકસાન વગેરેની ઉલટી અસરો રાજકારણ પર પણ પડશે. ઓડિશા, કાશ્મીર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય અસ્થિરતા જોવા મળી શકે છે. 14 અને 29 ઓગસ્ટની વચ્ચે દેશને અસ્થિર કરી શકે તેવી કેટલીક અપ્રિય ઘટનાઓથી લોકોમાં બેચેની થઇ શકે છે. શુક્રનો અન્ય અશુભ ગ્રહો સાથે કોઈ સંબંધ નથી, તેથી આ પ્રવૃત્તિઓમાં જાન-માલનું વધુ નુકસાન થવાની સંભાવના નથી.
બજાર અને અર્થવ્યવસ્થા પર શુક્રની અસર
શુક્રનું આ ગોચર આઈટી ઉદ્યોગમાં મંદીને વધારી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત હાજરી અનુભવાશે, પરંતુ દેશમાં વિદેશી કંપનીઓના રોકાણમાં અવરોધ આવશે.
આ પણ વાંચોઃ ડાયાબિટીસથી લઇને ગેસ્ટ્રિક સુધી, દરેક બીમારીમાં વાપરો અલગ કુકિંગ ઓઇલ