અદ્ભુત: બાળકે બનાવી રુબિક્સ ક્યુબ વડે ભગવાન રામની છબી
- 12 વર્ષના બાળકે રૂબિક્સ ક્યુબ ભેગા કરી ભગવાન રામની સુંદર છબી બનાવી, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
HD ન્યૂઝ ડેસ્ક, 26 જાન્યુઆરી: 500 વર્ષની વધુની રાહ જોયા બાદ રામ ભક્તોની ઈચ્છા પૂરી થઈ છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે દરેક રામ ભક્ત અયોધ્યા જઈ શકે તેવી સ્થિતી ન હતી ત્યારે આ સમયે લોકોએ પોતપોતાની રીતે તેમની ભક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ બિસ્કીટમાંથી રામ મંદિર બનાવ્યું હતું તો કોઈ એ ઈંટ પર રામની છબી બનાવી છે, તો કોઈ મેટ્રોમાં ભજન ગાતો જોવા મળ્યા હતા. ત્યારે 12 વર્ષના બાળકે અલગ રીતે પોતાની ભક્તિ દર્શાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રુબિક્સ ક્યુબમાંથી ભગવાન રામની છબી બનાવી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળક અમુક રુબિક્સ ક્યુબને સંપૂર્ણ રીતે સોલ્વ કરી રહ્યો છે અને કેટલાકમાં તે અલગ-અલગ રંગોને એકસાથે લાવીને છોડી રહ્યો છે. આ પછી બાળક તે બધા ક્યુબને એકસાથે મૂકે છે. જ્યારે તે બધા રુબિક્સ ક્યુબને એક જગ્યાએ મૂકે છે, ત્યારે દ્રશ્યમાં રામ ભગવાન દેખાઈ આવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકે રૂબિક્સ ક્યુબને જોડીને હૃદય જીતી લે તેવી ભગવાન રામની છબી બનાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 2.5 લાખથી વધુ ભક્તોએ કર્યા રામલલાના દર્શન, પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું થયું દાન